ક્રિકેટ ટીમના 14 ખેલાડીઓ ‘વાઈરસ’ની ઝપેટમાં આવ્યા, પ્રથમ ટેસ્ટ પર ખતરો !

|

Nov 30, 2022 | 1:16 PM

ઈંગ્લેન્ડ (England)ની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમવા ગઈ છે. રાવલપિંડીમાં ગુરુવારથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડના 14 ખેલાડીઓ વાઈરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.

ક્રિકેટ ટીમના 14 ખેલાડીઓ વાઈરસની ઝપેટમાં આવ્યા, પ્રથમ ટેસ્ટ પર ખતરો !
ટીમના 14 ખેલાડીઓ 'વાઈરસ 'ની ઝપેટમાં
Image Credit source: PTI

Follow us on

પાકિસ્તાનના પ્રવાસ પર પહોંચેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વાઈરસની ઝપેટમાં આવી છે. રાવલપિંડી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડના 14 ખેલાડીની તબિયત ખરાબ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ મુજબ બેન સ્ટોક્સ, લિયમ લિવિંગ્સટન, મોઈન અલી જેવા ખેલાડીઓની અચાનક તબિયત લથડી ગઈ છે અને તે મેચ રમવાની હાલતમાં નથી. ઈંગ્લેન્ડના માત્ર 5 ખેલાડીઓ એવા છે જેની તબિયત સારી છે. જેમાં હૈરી બ્રુક, જૈક ક્રાઉલી, કીટૉન જેનિગ્સ, ઓલી પોપ અને જો રુટ સામેલ છે.

તમને જણાવી દઈએ કે, મંગળવારના રોજ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી અને તેમાંથી 7 ખેલાડીઓ બિમાર થયા છે. પ્લેઈંગ ઈલેવનમાંથી બેન ડકેટ, બેન સ્ટોક્સ, લિયમ લિવિંગસ્ટન, બેન ,ઓલી રોબિનસન, જૈક લીચ અને જેમ્સ એન્ડરસનની તબિયત ખરાબ થઈ ગઈ છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

 

શું રાવલપિંડીમાં ટેસ્ટ રમાશે ?

ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમવા પહોંચી છે. ગુરુવારથી રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ રમવા જશે પરંતુ તે પહેલા જ ઈંગ્લેન્ડના ખેલાડીઓની સાથે આ ઘટના બની છે. જેનાથી રમવા પર ખતરો જોવા મળી રહ્યો છે.

 

 

પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝનું શેડ્યૂલ

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ 1 ડિસેમ્બરથી રાવલપિંડીમાં રમાશે.

  • બીજી ટેસ્ટ 9 ડિસેમ્બરથી મુલતાનમાં રમાશે.
  • ત્રીજી ટેસ્ટ 17 ડિસેમ્બરથી કરાચીમાં રમાશે.

ઈંગ્લેન્ડના ખેલાડીઓને પાકિસ્તાનના ભોજનની સમસ્યા છે?

ઈંગ્લેન્ડના ખેલાડી ક્યાં કારણોસર વાઈરસની ઝપેટમાં આવ્યા છે. આ વાતની અત્યારસુધી જાણ થઈ નથી પરંતુ જ્યારે આ ટી20 સિરીઝ રમવા આવી તો તે દરમિયાન પણ કેટલાક ખેલાડીઓની તબિયત ખરાબ થઈ હતી. મોઈન અલીએ તો પાકિસ્તાનના ભોજનને પણ ખરાબ ગણાવ્યું છે. આ જ કારણ છે કે, ઈંગ્લેન્ડની ટેસ્ટ સ્ક્વોડ પોતાના શેફની સાથે પકિસ્તાન પહોંચી છે પરંતુ તેમ છતાં ખેલાડીઓની તબિયત બગડી ગઈ છે.

Published On - 1:15 pm, Wed, 30 November 22

Next Article