Virat Kohli દ.આફ્રિકા સામેની T20 સીરિઝમાંથી આરામ નહીં લે, પૂર્વ પસંદગીકારે આપ્યું મોટું નિવેદન

|

May 21, 2022 | 12:21 PM

Team India : એક અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. જોકે આવનારો સમય બતાવશે કે કોને તક મળે છે અને કોને આરામ આપવામાં આવી શકે છે.

Virat Kohli દ.આફ્રિકા સામેની T20 સીરિઝમાંથી આરામ નહીં લે, પૂર્વ પસંદગીકારે આપ્યું મોટું નિવેદન
Virat Kohli and Former Selector Sarandeep Singh (PC: Google)

Follow us on

IPL 2022 હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. લીગ સ્ટેજની મેચો થોડા દિવસોમાં પુરી થશે અને ત્યારબાદ IPL પણ 29 મેના રોજ સમાપ્ત થશે. IPL પછી તરત જ ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 5 મેચની T20 શ્રેણી (T20 Series) રમાશે. આ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવશે. હવે પસંદગીકારો આ શ્રેણી માટે થોડા દિવસોમાં ભારતીય ટીમની જાહેરાત કરશે. આવી સ્થિતિમાં એવા અહેવાલો છે કે પસંદગીકારો આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India)ના સિનિયર ખેલાડીઓને આરામ આપવા જઈ રહ્યા છે.

શું સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં સીનિયર્સ ખેલાડીઓને આરામ આપવામાં આવશે?

એક અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. જેથી તેઓ જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સંપૂર્ણ રીતે ફ્રેશ અને ફિટ હોય.

આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના પસંદગીકાર સરનદીપ સિંહે કહ્યું કે, મને નથી લાગતું કે વિરાટ કોહલી (Virat Kohli) ને આરામની જરૂર છે. તે અમારા ફિટ ખેલાડીઓમાંથી એક છે. તે ખૂબ જ મજબૂત પણ છે. હા, એ વાત સાચી છે કે તે અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને રન બનાવવામાં અસમર્થ છે. પરંતુ તેનાથી તેની આક્રમકતા અને બોડી લેંગ્વેજ બદલાઈ નથી. તે હજુ પણ સૌથી મહેનતુ ક્રિકેટર છે. તે માત્ર એક સારી ઇનિંગ્સની શોધમાં છે. તેના બેટમાંથી સારી ઇનિંગ આવતા જ તે તેના જૂના ફોર્મમાં પાછો આવી જશે. તે એક સારી ઈનિંગની રાહ જોઈ રહ્યો છે. મને નથી લાગતું કે કોઈ તેને આરામ કરવાનું કહે તો પણ તે આરામ કરવાનું પસંદ કરશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પૂર્વ પસંદગીકારે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મેચોમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવાની આ યોજના સાથે હું સહમત નથી. મને તે ખૂબ જ વિચિત્ર લાગે છે. કારણ કે જ્યારે પણ કોઈ રણજી, અંડર-19 અથવા આઈપીએલ ટુર્નામેન્ટ રમે છે ત્યારે તે ભારતનું પ્રતિનિધિત્વ કરીને સિનિયર લેવલ પર રમવાનું સપનું જુએ છે. જો ખેલાડીઓને આરામની જરૂર હોય તો તેઓ આઈપીએલ દરમિયાન આરામ લઈ શકે છે. જો તેની આઈપીએલ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ શકે તો તે યુવા ખેલાડીઓને તેના સ્થાને રમવાની અને આરામ કરવાની તક આપી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો તમે ફોર્મમાં નથી અને તમે આરામ કરો છો તો તમને કેવી રીતે લાગે છે કે તમે ફોર્મમાં પાછા આવી શકશો. તેના બદલે તમે વધુ દબાણ અનુભવશો. વરિષ્ઠ ખેલાડીઓએ તમામ 5 મેચ રમવી જોઈએ. ફોર્મમાં પરત ફરવા માટે માત્ર એક ઇનિંગની જરૂર છે.

Next Article