Video: વિરાટ કોહલીએ એક હાથે પકડ્યો કેચ, દેખાડી સુપરમેનની સ્ટાઈલ

|

Oct 17, 2022 | 5:01 PM

ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે રમાયેલી પ્રથમ વોર્મ-અપ મેચમાં વિરાટ કોહલી બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ તેણે પોતાની ફિલ્ડિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Video: વિરાટ કોહલીએ એક હાથે પકડ્યો કેચ, દેખાડી સુપરમેનની સ્ટાઈલ
Video: વિરાટ કોહલીએ એક હાથે પકડ્યો કેચ, દેખાડી સુપરમેનની સ્ટાઈલ
Image Credit source: Twitter

Follow us on

Video: ભારતીય ટીમે આઈસીસી ટી 20 વર્લ્ડકપ 2022ની પ્રથમ વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી છે. ગાબામાં સોમવારના રોજ રમાયેલી મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી, આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, ટીમ (Indian Cricket Team)ની જીતમાં મહત્વનું પ્રદર્શન કર્યું છે, પરંતુ આ વખતે કોહલીના બેટે નહીં પરંતુ તેની ફીલ્ડિંગમાં જબરદસ્ત પ્રદર્શન રહ્યું હતુ, વિરોધી ટીમને નુકસાન પહોંચાડવાનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળ્યો છે.

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી 7 વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા, કોહલીએ આ મેચમાં માત્ર 19 રનની ઈનિંગ્સ રમી હતી, ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રનમાં જ સમેટાઈ ગઈ હતી. કોહલીનું બેટ તો વોર્મ મેચમાં ચમક્યું નહીં, પરંતુ તેની ફિલ્ડિંગ વોર્મ અપ મેચમાં જરુર ચમકી હતી.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

વિરાટની શાનદાર ફિલ્ડિંગ

કોહલીએ પોતાની જોરદાર ફિલ્ડિંગથી પહેલા એક શાનદાર રન આઉટ કર્યો હતો. 19મી ઓવર નાખવા આવેલા હર્ષલ પટેલ  સામે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી હતો. બોલ મિડવિકેટ તરફ રમ્યો અને ટિમ ડેવિડ સાથે રન લેવા દોડ્યો. જો કે બોલ તેનાથી દૂર હતો, પરંતુ કોહલી તરત જ દોડ્યો અને એક હાથથી બોલ ઉપાડ્યો અને તેને સીધો વિકેટ પર ફેંકી દીધો. બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાયો અને ત્યાં સુધી ડેવિડ ક્રિઝ સુધી પહોંચી શક્યો ન હતો. તેમને પેવેલિયન પાછા ફરવું પડ્યું.

 

 

બાઉન્ડ્રી પર શાનદાર કેચ

છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ શાનદાર કેચ લીધો અને પછી લોકોને ચોંકાવી દીધા. પેટ કમિન્સે મોહમ્મદ શમીનો લેન્થ બોલ આગળની તરફ રમ્યો હતો. બોલ લોંગ ઓન પર ગયો અને કોહલી ત્યાં જ ઊભો હતો. જોકે બોલ તેના માથા ઉપરથી જતો હતો. પરંતુ એક પગલું પાછળ રહીને કોહલીએ સમયસર એક હાથે શાનદાર કેચ લઈને કમિન્સની ઈનિંગ્સનો અંત આણ્યો અને ભારતને મોટી વિકેટ અપાવી.

 

 

મેચ રહી આવી

ભારત માટે કે.એલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને 57 રન બનાવ્યા તો સૂર્યકુમાર યાદવે 50 રનની ઈનિગ્સ રમી હતી, રાહુલે 4 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. સૂર્યકુમારે 6 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે 54 બોલ પર 7 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 76 રનની ઈનિગ્સ રમી. મિચેલ માર્શે 18 બોલ પર 35 રન બનાવ્યા હતા.

Published On - 4:49 pm, Mon, 17 October 22

Next Article