
વિરાટ કોહલીએ JSCA International Stadium ખાતે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ODI સિરીઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી. કોહલીએ 102 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે તેની 52 મી ODI સદી હતી. કોહલીની સદી બાદ એક ફેન મેદાન પર કૂદી પડ્યો અને તેના પગ પકડી લીધા.
વિરાટ કોહલી પોતાની સદી પૂર્ણ કરી રહ્યો હતો, ત્યારે એક ચાહક સિક્યોરિટીને ચકમો આપીને મેદાનમાં દોડી આવ્યો અને કોહલીના પગે પડ્યો. જો કે, સિક્યોરિટી ગાર્ડ્સે ઝડપથી ફેનને પકડી લીધો અને તેને બહાર કાઢ્યો.
A leap of joy ❤️
A thoroughly entertaining innings from Virat Kohli
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5
— BCCI (@BCCI) November 30, 2025
કોહલીએ માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. તેણે કોર્બિન બોશના બોલ ઉપર છગ્ગો મારીને અડધી સદી પૂર્ણ કરી હતી. ત્યારબાદ કોહલીએ પોતાની ઇનિંગને આગળ વધારી અને ચોગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી.
વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. 37 વર્ષીય આ ખેલાડીએ 306 મેચમાં 52 સદી ફટકારી છે, આ સમયગાળા દરમિયાન 14,000 થી વધુ રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 150 થી વધુ છગ્ગા પણ ફટકાર્યા છે.
સમાચાર લખાય ત્યાં સુધી આફ્રિકાએ પોતાની 5 વિકેટ ગુમાવી અને 177 રન બનાવ્યા. હાલ ક્રિઝ પર માર્કો જેન્સેન 38 રન અને મેથ્યુ બ્રિત્ઝકે 55 રન બનાવીને રમી રહ્યા છે. મેચની પરિસ્થિતિ અનુસાર ભારત આગળ છે. એવામાં જો આફ્રિકાએ આ મેચ જીતવી હોય, તો માર્કો જેન્સેન અને મેથ્યુ બ્રિત્ઝકેએ કંઈક કમાલ કરવો પડશે.
ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર બીજા ક્રમે છે, તેણે 463 મેચમાં 49 સદી ફટકારી છે. રોહિત શર્મા 277 ODI મેચોમાં 33 સદી સાથે ત્રીજા ક્રમે છે. રિકી પોન્ટિંગે 30 સદી ફટકારી છે, જ્યારે સનથ જયસૂર્યાએ 28 સદી ફટકારી છે. આ ખેલાડીઓ અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.