વિરાટ કોહલીએ કહ્યું ખરાબ સમયમાં ધોનીએ કરી હતી વાત, કેપ્ટનશીપ છોડી તો માત્ર તેનો જ મેસેજ આવ્યો, જુઓ વીડિયો

|

Sep 05, 2022 | 11:59 AM

ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ સુપર -4 મુકાબલામાં ટીમ ઈન્ડિયાની હાર બાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના એક નિવેદનથી સનસની મચી ગઈ છે.

વિરાટ કોહલીએ કહ્યું ખરાબ સમયમાં ધોનીએ કરી હતી વાત, કેપ્ટનશીપ છોડી તો માત્ર તેનો જ મેસેજ આવ્યો, જુઓ વીડિયો
વિરાટ કોહલીએ મચાવી સનસની, કહ્યું ટેસ્ટ કેપ્ટનશીપ છોડી તો માત્ર ધોનીએ કર્યો મેસેજ
Image Credit source: Tv9 Graphics Team

Follow us on

Virat Kohli :પાકિસ્તાન સામેની મેચમાં મળેલી હાર બાદ વિરાટ કોહલી (Virat Kohli)એ કહ્યું કે જ્યારે તેણે ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી ત્યારે માત્ર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) એ જ તેને મેસેજ કર્યો હતો. ધોની સિવાય કોઈ ખેલાડીએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ 5 વિકેટના અંતરથી હાર મળ્યા બાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ (Press conference)માં મુશ્કિલ સમયમાં સાથ આપનાર લોકોના સવાલ પર ખુલાસો કર્યો હતો. વિરાટના આ જવાબે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. જેની ગુંજ આવનાર કેટલાક દિવસો સુધી સાંભળવા મળી શકે છે.

ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોની સિવાય કોઈએ મેસેજ કર્યો નથી

વિરાટે કહ્યું કે, જ્યારે મેં ટેસ્ટ કેપ્ટન્સી છોડી હતી, તે સમયે મને માત્ર એક જ વ્યક્તિનો મેસેજ મળ્યો હતો. જેની સાથે હું પહેલા રમ્યો છું અને તે છે એમએસ ધોની અને મને કોઈએ મેસેજ કર્યો નથી. ઘણા લોકો પાસે મારો નંબર છે પરંતુ માત્ર તેઓએ જ મને ફોન કર્યો હતો. ટીવી પર ઘણા લોકો સૂચનો આપે છે. લોકો ટીવી પર ઘણી વાતો કરે છે. ઘણા લોકો પાસે મારો પર્સનલ નંબર છે પણ કોઈનો મેસેજ આવ્યો નથી.

Virat Kohli talks about his ‘dark phase’ after leaving Test captaincy…

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

“MS Dhoni was the only one to text me after I left Test captaincy” – @imVkohli #AsiaCup2022 #INDvsPAK #ViratKohli pic.twitter.com/4OiPXmNpsz

— OneCricket (@OneCricketApp) September 4, 2022

ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોની સિવાય કોઈએ મેસેજ કર્યો નથી

વિરાટે કહ્યું કે, જ્યારે મેં ટેસ્ટ કેપ્ટન્સી છોડી હતી, તે સમયે મને માત્ર એક જ વ્યક્તિનો મેસેજ મળ્યો હતો. જેની સાથે હું પહેલા રમ્યો છું અને તે છે એમએસ ધોની અને મને કોઈએ મેસેજ કર્યો નથી. ઘણા લોકો પાસે મારો નંબર છે પરંતુ માત્ર તેઓએ જ મને ફોન કર્યો હતો. . પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા.ત્યારબાદ પાકિસ્તાને 182 રન બનાવી મેચ જીતી હતી

Next Article