Virat Kohli Retirement: વિરાટ કોહલીએ T20Iમાંથી નિવૃત્તિ લીધી, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જાહેરાત કરી

વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ખિતાબ જીત્યા બાદ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં 76 રનની શાનદાર ઈનિંગ રમીને પોતાની T20 ઇન્ટરનેશનલ કરિયરનો અંત કર્યો અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી.

Virat Kohli Retirement: વિરાટ કોહલીએ T20Iમાંથી નિવૃત્તિ લીધી, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જાહેરાત કરી
Virat Kohli
| Updated on: Jun 30, 2024 | 12:27 AM

વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ખિતાબ જીત્યા બાદ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું અને આ સાથે જ 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો. કોહલીએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા અને તેના આધારે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીને આ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાને 7 રનથી ચેમ્પિયન બની

દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 176 રન બનાવ્યા હતા. કોહલીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 59 બોલમાં 76 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. આ પછી જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે જબરદસ્ત વાપસી કરીને દક્ષિણ આફ્રિકાને 169 રન સુધી રોકી દીધું અને ટીમ ઈન્ડિયાને 7 રનથી ચેમ્પિયન બનાવી.

 

મારી છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ

ટીમ ઈન્ડિયાની જીત બાદ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને અહીં જ કોહલીએ જાહેરાત કરી હતી કે તેના ચાહકો જેનાથી ડરતા હતા. કોહલીએ પહેલા કહ્યું હતું કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ છે અને તે તેને જીત સાથે સમાપ્ત કરવા માંગે છે. ત્યારબાદ સ્ટાર બેટ્સમેને જાહેરાત કરી કે આ ફાઈનલ તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ પણ છે. કોહલીએ કહ્યું કે તે ખુલ્લું રહસ્ય છે કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ હશે અને હવે ટીમને આગળ લઈ જવાની જવાબદારી યુવા પેઢી પર છે.

આ પણ વાંચો: IND vs SA: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં બની વર્લ્ડ ચેમ્પિયન, 17 વર્ષની રાહનો આવ્યો અંત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:13 am, Sun, 30 June 24