Virat Kohli-Sunil Gavaskar: વિરાટ કોહલી કેવી રીતે ફોર્મમાં પરત ફરશે? સુનીલ ગાવસ્કરે કહ્યું- મને તેની સાથે માત્ર 20 મિનિટ…

|

Jul 19, 2022 | 1:56 PM

Cricket : પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) વિરાટ કોહલી (Virat Kohli) ના વર્તમાન ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે ઓફ-સ્ટમ્પની લાઇનમાં આવતી સમસ્યાઓને પણ હાઇલાઇટ કરવામાં આવી છે.

Virat Kohli-Sunil Gavaskar: વિરાટ કોહલી કેવી રીતે ફોર્મમાં પરત ફરશે? સુનીલ ગાવસ્કરે કહ્યું- મને તેની સાથે માત્ર 20 મિનિટ...
Virat Kohli and Sunil Gavaskar (PC: Twitter)

Follow us on

ભારતીય ટીમ (Team India) ના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ લાંબા સમયથી ચર્ચાનો વિષય બની ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી સદી માટે તડપતો વિરાટ કોહલી હવે મોટો સ્કોર પણ કરી શકતો નથી. આવી સ્થિતિમાં કોઈ તેને બ્રેક લેવાની સલાહ આપી રહ્યું છે તો કોઈ તેની ટેકનિક વિશે વાત કરી રહ્યું છે. આ દરમિયાન હવે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) એ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જો તે વિરાટ કોહલી સાથે 20 મિનિટનો સમય મળે તો તે કદાચ થોડી મદદ કરી શકે.

જો મને કોહલી સાથે 20 મીનીટ મળે તો હુ કદાચ તેને મદદ કરી શકુંઃ સુનિલ ગાવસ્કર

ભારતના દિગ્ગજ પુર્વ સુકાની સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલી (Virat Kohli) ના ફોર્મ વિશે કહ્યું, જો મને તેની (વિરાટ કોહલી) સાથે 20 મિનિટ મળે તો કદાચ હું તેને કહી શકું કે તેણે શું કરવું જોઈએ. કદાચ હું તેની મદદ કરી શકું. તેનાથી ચોક્કસ ફાયદો થશે તેના પર હું કઇ કહી ન શકું. પણ ઑફ-સ્ટમ્પ પર જે તેને સમસ્યાનો સામનો કરી રહ્યો છું તેના વિશે વાત કરી શકીશ.

મીડિયા સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે હું ઓપનિંગ બેટ્સમેન પણ રહ્યો છું. ઓફ સ્ટમ્પની લાઈનો મને પણ પરેશાન કરતી હતી. અહીં કેટલીક બાબતો મદદ કરી શકે છે. તેથી જો મને વિરાટ કોહલી સાથે 20 મિનિટ મળે તો હું તેને તે વસ્તુઓ કહી શકીશ.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

દરેક બોલને રમવા ઇચ્છે છે વિરાટ કોહલી

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, વિરાટ કોહલીના બેટમાંથી રન નથી આવી રહ્યા, આવી સ્થિતિમાં તે દરેક બોલને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે તમે દરેક બોલ પર રન મેળવવા માંગો છો. પરંતુ અહીં એક ભૂલ થઇ રહી છે. જોકે વિરાટ કોહલીની સતત ટીકાઓ વચ્ચે સુનીલ ગાવસ્કરે તેનો બચાવ કર્યો હતો.

દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે, વિરાટ કોહલી (Virat Kohli) નો રેકોર્ડ જુઓ. તેણે દેશ માટે 70 સદી ફટકારી છે. તેથી જો તે નિષ્ફળ જાય તો તેણે તેની સાથે ઉભા રહેવું જોઈએ. સૌથી મોટો ખેલાડી પણ કેટલીક નિષ્ફળતા માટે થોડી છુટ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે હતો. પરંતુ તેના બેટથી કઇ ખાસ રન આવ્યા ન હતા. બે ટી-20માં તેણે માત્ર 12 રન બનાવ્યા. જ્યારે બે વનડેમાં તે મોટો સ્કોર બનાવી શક્યો નહીં.

Next Article