
વિરાટ કોહલીએ કહ્યુ કે તેને20 વર્ષની લાંબી કારકિર્દીના આ પડાવ પર આ વાતની ઊંડી સમજ અને કદર છે કે તેઓ ક્યાં પડાવ પર પહોંચ્યા છે અને આ જ વાત તેમને સતત આગળ વધવા માટે પ્રેરિત કરતી રહે છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ બરાબર એક વર્ષ અને એક દિવસ બાદ વિરાટ કોહલીએ એ સાબિત કરી દીધુ છે કે તેનામાં હજુ ઘણુ બાકી છે. KKR સામેની મેચમાં ટાર્ગેટને ચેઝ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુએ આસાનીથી જીત અપાવનારી તેની અણનમ ઈનિંગ સાથે કોહલીએ તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. 37 વર્ષની ઉમરે પણ તેઓ બોલને પુરી સટીક્તાથી ટાઈમ કરી રહ્યા હતા અને સંપૂર્ણ તેજી સાથે રન દોડી રહ્યા હતા.
ફરી એકવાર RCB ને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચાડ્યા પછી, કોહલીએ પુનરોચ્ચાર કર્યો કે, તેની 20 વર્ષની વ્યાવસાયિક કારકિર્દીના આ તબક્કે, તે ક્યાં છે તેની ઊંડી સમજ અને કદર તેમને છે અને આ જ અનુભૂતિ તેને સતત આગળ વધવા માટે પ્રેરણા આપે છે. રાયપુરમાં તેની શાનદાર મેચ-વિનિંગ ઇનિંગ્સ પછી અને તેના રેકોર્ડ-બ્રેકિંગ પરાક્રમો અંગેના પ્રશ્નના જવાબમાં, કોહલીએ કહ્યુ કે આ બધા રેકોર્ડ્સ હોવા છતા તેને બેટીંગ કરવી સૌથી વધુ ગમે છે. તેમણે કહ્યું કે આ જ તેની સૌથી ઊંડી ભાવના છે. તેણે ભાર મૂક્યો કે આ સ્તરે રમવું પોતે જ કેટલું જબરદસ્ત સન્માન છે, અને આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવી એ સૌથી મોટા ગર્વની ક્ષણ છે. તેણે કહ્યું:
“મેં મારી આખી જિંદગીમાં બસ આ જ કર્યુ છે, આના સિવાય કંઈ કર્યુ નથી. ક્રિકેટ ખરેખર એવી વસ્તુ છે જેને હું ખૂબ પ્રેમ કરું છું, અને હું મેદાન પર મારી પાસે જે કંઈ છે તે બધું જ આપવાની કોશિશ કરુ છુ- પછી ભલે હું ફિલ્ડિંગ કરી રહ્યો હોઉં કે બેટિંગ કરી રહ્યો હોઉં – કારણ કે, એક દિવસ, આ બધું આખરે સમાપ્ત થઈ જશે.”
Video
️ Virat: “It’s still the love for the game. I just love hitting the ball in the middle of the bat and that joy’s still there. It’s all god’s grace, I’m very thankful and grateful.” pic.twitter.com/7Di50tw6Pr
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 13, 2026
કોહલી સતત ચોથી સિઝનમાં IPLમાં સતત ચોથી સિઝનમાં 500 થી વધુ રન બનાવવાથી બસ થોડો દૂર છે. અત્યાર સુધી ફક્ત બે ક્રિકેટરો જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. ખુદ કોહલી પણ તેની કરિયરના ગોલ્ડન ટાઈમમાં આ કરવાથી ચૂકી ગયા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું, “હું મેદાન પર વિતાવેલા દરેક દિવસનો સંપૂર્ણ લાભ લેવા માગુ છુ. હું ફક્ત મજા કરવા માંગુ છું, મારી જાતને સંપૂર્ણ રીતે માણવા માંગુ છું, અને હું ખરેખરમાં એવી સ્થિતિની રાહ જોતો હોઉ છુ જ્યાં હું મને થોડુ પ્રેશર અનુભવી શકુ.
તેમણે સમજાવ્યું કે એકવાર તે દબાણ અનુભવ્યા બાદ હું ખુદને ચેલેન્જ કરુ છુ અને તે ચેલેન્જ ને પાર કર્યા બાદ તે એક વધુ સારા ખેલાડી તરીકે ઉભરી આવે છે. મેચની વાત કરીએ તો કોલકાતા એ બેંગલુરુ સામે 193 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેકબ બેથેલની મહત્વપૂર્ણ વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલીએ પારી સંભાળી અને બેંગલુરુને 19.1 ઓવરમાં જીત અપાવી. બેંગલુરુ એ છ વિકેટથી આ મુકાબલો જીત્યો. કોહલી 60 બોલમાં 105 રન બનાવી અણનમ રહ્યો.