વિરાટ કોહલીએ મેદાનમાં પોતાના જેવો જ જાદુ કરતા, સ્ટુઅર્ટ બ્રોડથી ના રહેવાયું, પોસ્ટ થઈ વાયરલ

|

Dec 28, 2023 | 10:49 PM

સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ વિકેટ પર રહેલી બેઈલ્સની અદલા બદલી કરી હતી. આમ કર્યાના માત્ર બે બોલ બાદ ભારતીય બોલરે વિકેટ ઝડપી લીધી. કોહલીની આ ટ્રીક સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલીએ મેદાનમાં પોતાના જેવો જ જાદુ કરતા, સ્ટુઅર્ટ બ્રોડથી ના રહેવાયું, પોસ્ટ થઈ વાયરલ
Virat Kohli and Stuart Broad

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ભલે એક ઈનિગ્સ અને 32 રને હારી હોય પરંતુ આ ટેસ્ટ મેચના બીજા દિવસે એટલે કે ગઈકાલ બુધવારે વિરાટ કોહલીએ મેચ દરમિયાન સ્ટમ્પ પરના બેઈલ્સની અદલા બદલી કરી હતી. વિરાટે બેઈલ્સની અદલાબદલી કર્યાના બે બોલ બાદ દક્ષિણ આફ્રિકાની વિકેટ પડી હતી. વિરાટ કોહલીનો આ ટ્રિક કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કોહલીના આ જાદુ પર ઈંગ્લેન્ડના સ્ટુઅર્ડ બ્રોડે પ્રતિક્રિયા આપી છે.

સાઉથ આફ્રિકા સામેની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને વિકેટ નહોતી મળી રહી. ડીન એલ્ગર સાથે મળીને તેની ત્રીજી ટેસ્ટ મેચમાં રમી રહેલા ટોની ડી જોર્ઝીએ રમતના પ્રથમ સત્રના અંત સુધી ભારતને વધુ વિકેટ ન લેવા દીધી. આ પછી, બીજા સેશનમાં, ડીન એલ્ગર અને ટોની ડી જોર્ઝીની જોડીએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100ને પાર થઈ ગયો હતો.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

આ દરમિયાન વિરાટ કોહલીએ 28મી ઓવરની શરૂઆત પહેલા અચાનક એક સ્ટમ્પના બેલ્સ એકબીજા સાથે બદલી નાખ્યા. એટલે કે ઓફ અને મિડલ સ્ટેમ્પ પરની બેઈલ્સ મિડલ અને લેગ તરફ અને મિડલ અને લેગની બાઈલ્સ ઓફ અને મિડલ સ્ટેમ્પ પર ગોઠવી દીધી હતી. આમ કર્યા બાદ જાદુ થયો. 28મી ઓવરના છઠ્ઠા બોલ પર જસપ્રીત બુમરાહે ટોની ડી જોર્જીની વિકેટ લીધી, જે 62 બોલમાં 28 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

સ્ટુઅર્ટ બ્રોડે વિરાટ કોહલીની આ યુક્તિ પર આપી પ્રતિક્રિયા

વિરાટ કોહલી દ્વારા બેલ્સની અદલા બદલી કર્યા અંગેની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ બની છે. ઘણી વખત મેચ દરમિયાન, વિકેટ ના મળવાને કારણે, ખેલાડીઓ વિવિધ ટોટકા અજમાવતા હોય છે. અગાઉ પણ આવું જ કંઈક ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે કર્યું હતું. તેણે એશિઝ 2023 માં પણ આવું જ કંઈક કર્યું હતું, જે પછી બીજા જ બોલ પર માર્નસ લાબુશેને તેની વિકેટ આપી હતી. તે સમયે સ્ટુઅર્ટ બ્રોડ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. હવે સ્ટુઅર્ટ બ્રોડે વિરાટ કોહલી દ્વારા કરવામાં આવેલા બેલ્સ ચેન્જ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે ‘વિરાટ કોહલીએ આના કારણે સફળતા મેળવી.’

Next Article