કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેદાન પર ચાહકોને કાંઈ એવું જોવા મળ્યું જેને જોયા બાદ ચાહકો હસવાનું બંધ કરી શકશે નહિ. ટીમ ઈન્ડિયાની બોલિંગ શરુ થતાં પહેલા વિરાટ કોહલીએ કાંઈ એવું કર્યું જે અનોખઉં હતુ. કહોલી પોતાના મિત્ર સાથે જસપ્રીત બુમરાહની નકલ કરી રહ્યો છે. તેના બોલિંગની કોપી કરતો પણ જોવા મળી રહ્યો છે. માત્ર વિરાટ જ નહિ રવિન્દ્ર જાડેજાએ પણ આ કામ કર્યું છે. જાડેજાએ પણ બુમરાહની નકલ ઉતારી હતી.યશસ્વી જયસ્વાલ અને આસિસ્ટન્ટ કોચ ટેન ડેસકેટ પણ આ બધું જોઈ રહ્યા હતા.
ગ્રીન પાર્કમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહના રનઅપ સ્ટાર્ટ કરવાની સ્ટાઈલ દેખાડી રહ્યો હતો. જે જોઈ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હસવા લાગ્યા હતા. ત્યારબાદ જાડેજા પણ આવું કરતા જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
• @fairytaledustt_ pic.twitter.com/M0HPsBuVXL
— V. (@was_fairytale) September 27, 2024
વિરાટ કોહલી માટે કાનપુર ટેસ્ટ મહત્વની છે. આ ખેલાડી ચેન્નાઈ ટેસ્ટમાં 2 ઈનિગ્સમાં ફેલ રહ્યો હતો. આ વખતે માત્ર એક જ અડધી સદી ફટકારી ચૂક્યો છે. જે ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં હતી. ટીમ ઈન્ડિયા હવે આગળ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મહત્વની ટેસ્ટ સીરિઝ રમશે. તે ઈચ્છશે કે, વિરાટ કોહલી ફોર્મમાં આવે અને તેના બેટમાંથી રનનો વરસાદ થાય.
કાનપુર ટેસ્ટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય પિચ પર જ્યારે ટેસ્ટ રમાઈ રહી છે ત્યારે કેપ્ટને પહેલા બેટિંગ પસંદ કરે છે પરંતુ કાનપુરના હવામાનને જોઈ રોહિતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માનો આ નિર્ણય ફાસ્ટ બોલર આકાશ દીપે યોગ્ય સાબિત કર્યો છે. તેમણે પોતાની પહેલી ઓવરમાં જ 2 વિકેટ લીધી છે.
ભારતે પહેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 280 રનથી હાર આપી હતી. ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે.બીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, કુલદીપ યાદવને તક મળી નથી.બાંગ્લાદેશે 2 ફેરફાર કર્યા છે. નાહિદ અને તસ્કીન આ મેચમાં રમતા જોવા મળશે નહિ. તેજુલ અને ખાલિદને તક આપવામાં આવી છે.