વિરાટ કોહલી સદી સાથે ટી20 WC પહેલા ફુલ ફોર્મમાં, જાણો શતકની 5 મોટી વાતો

|

Sep 08, 2022 | 11:17 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ અફઘાનિસ્તાન સામે 53 બોલમાં સદી ફટકારી, T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ સદી ફટકારી, ભારત માટે સૌથી મોટી T20 ઇનિંગ્સ રમી.

વિરાટ કોહલી સદી સાથે ટી20 WC પહેલા ફુલ ફોર્મમાં, જાણો શતકની 5 મોટી વાતો
Virat Kohli એ અફઘાનિસ્તાન સામે અણનમ સદી નોંધાવી

Follow us on

આખરે એ દિવસ આવી ગયો જેની માત્ર વિરાટ કોહલી (Virat Kohli) ના લાખો ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગત રાહ જોઈ રહ્યું હતું. વિરાટ કોહલીએ અઢી વર્ષથી વધુ સમય બાદ સદી ફટકારી છે. એશિયા કપ (Asia Cup 2022) ની સુપર-4 મેચમાં વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે અણનમ 122 રન બનાવ્યા, જે તેની ટી20 કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે. કોહલીએ શરુઆતથી જ બેટ ખોલીને શાનદાર શરુઆત કરાવી હતી. તેણે કેએલ રાહુલ સાથે શતકીય ભાગીદારી નોંધાવી હતી.

રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની મેચમાં આરામને લઈ મેચ થી દુર રહ્યો હતો. આવી સ્થિતીમાં ભારતીય ઓપનીંગ જોડીના રુપમાં કેએલ રાહુલ સાથે વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. બંનેએ ધમાલ મચાવતી રમત શરુ કરી હતી અને એક બાદ એક બંનેએ પોતાના 50ના આંકડાને પાર કર્યો હતો. ટીમનો સ્કોર 119 રન પર હતો ત્યારે ઓપનીંગ જોડી તૂટી હતી, કેએલ રાહુલ 62 રન નોંધાવીને પરત ફર્યો હતો. જોકે બંને 200 પ્લસ સ્કોરનો પાયો નાંખી દીધો હતો.

જુઓ કોહલીની સદી વિશેની પાંચ મોટી વાતો.

  1. વિરાટ કોહલીએ 1021 દિવસ બાદ સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ છેલ્લી સદી 23 નવેમ્બર, 2019ના રોજ બાંગ્લાદેશ સામે ફટકારી હતી. વિરાટ દરેક ફોર્મેટમાં સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન સામે તેણે માત્ર 53 બોલમાં સદી ફટકારી હતી.
  2. વિરાટ કોહલીએ T20 ફોર્મેટની પ્રથમ સદી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 71મી સદી ફટકારી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે તે હવે રિકી પોન્ટિંગની બરાબરી પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ 522 ઇનિંગ્સમાં 71 સદી પૂરી કરી હતી જ્યારે પોન્ટિંગે આ માટે 668 ઇનિંગ્સ રમી હતી.
  3. વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી મોટી ઈનિંગ્સ રમનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ વર્ષ 2017માં શ્રીલંકા સામે 118 રન બનાવનાર રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો.
  4. વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ક્રિકેટર પણ બની ગયો છે. વિરાટ કોહલીએ 33 વર્ષ 307 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. તેણે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો જેણે 31 વર્ષ, 299 દિવસની ઉંમરે T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.
  5. વિરાટ કોહલીએ એશિયા કપમાં ચોથી સદી ફટકારી હતી. પરંતુ તે આ ટૂર્નામેન્ટના T20 ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ઉપરાંત, તે એશિયા કપમાં 3 પચાસથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Published On - 9:50 pm, Thu, 8 September 22

Next Article