કોહલી તમને દબાવમાં પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવી શકે છે : પંત

|

Oct 20, 2022 | 1:34 PM

સ્ટાર વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતનું કહેવું છે કે, વિરાટ કોહલીના શાનદાર અનુભવ દબાવની પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવે છે.

કોહલી તમને દબાવમાં પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવી શકે છે : પંત
કોહલી તમને દબાવમાં પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવી શકે છે : પંત
Image Credit source: Twitter

Follow us on

Rishabh Pant : પંતે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તે રવિવારે અહીં T20 વર્લ્ડ કપ (t20 world cup)માં પાકિસ્તાન સામેની ટીમની પ્રથમ મેચમાં ભૂતપૂર્વ કેપ્ટન કોહલી સાથે તેની બેટિંગ ભાગીદારી ફરીથી બનાવવામાં સક્ષમ હશે.T20 વર્લ્ડ કપની વેબસાઈટે પંત (rishabh pant)ના નિવેદનને લઈ કહ્યું કે, તે કોહલી તમને ખરેખર એવી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવી શકે છે જે તમને ભવિષ્યમાં તમારી ક્રિકેટ સફરમાં મદદ કરી શકે છે. તેથી તેની સાથે બેટિંગ કરવી હંમેશા સારી છે.

ટી 20 વર્લ્ડકપમાં ભારતને 10 વિકેટે હાર આપી

તેમણે કહ્યું વધુ અનુભવ રાખનાર વ્યક્તિની તમારી સાથે બેટિંગ કરવી સારી રહે છે કારણ કે, તે તમને રમત-જગતને આગળ વધારવા અને પ્રત્યેક બોલમાં એક રનની સાથે દબાવ બનાવી રાખવા માટે યોગ્ય રહે છે.મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની અણનમ અડધી સદીથી પાકિસ્તાને ગત્ત વર્ષે ટી 20 વર્લ્ડકપમાં ભારતને 10 વિકેટે હાર આપી હતી. ભારતે 7 વિકેટ પર 151 રન બનાવ્યા હતા પરંતુ પાકિસ્તાને કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્ય પૂર્ણ કર્યો હતો. 25 વર્ષના પંતે 39 રનની ઈનિગ્સ રમ્યા સિવાય તે મેચના કેપ્ટન કોહલીની સાથે 53 રન બનાવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રુંવાડા ઉભા થઈ જાય છે

પંતે કહ્યું, “મને યાદ છે કે મેં હસન અલીની એક જ ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા. અમે ફક્ત રન રેટ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા કારણ કે અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી અને અમારી વચ્ચે ભાગીદારી હતી મારી અને વિરાટ. આ વિકેટકીપર બેટ્સમેને કહ્યું અમે રન રેટ વધારી રહ્યા હતા અને મે 2 સિક્સ ફટકારી.પાકિસ્તાન સાથે રમવાના અનુભવ વિશે પંતે કહ્યું પાકિસ્તાન વિરુદ્ધ હંમેશા રમવું વિશેષ હોય છે તેમણે કહ્યું, ન માત્ર અમારા માટે પરંતુ ચાહકો અને તમામ માટે સારી ભાવનાઓ જોડાયેલી હોય છે. આ એક અલગ પ્રકારની ભાવના છે જ્યારે તમે મેદાન પર પગ રાખો તો એક અલગ માહૌલ જોવા મળે છે, પંતે તે પણ કહ્યું કે, જ્યારે આપણું રાષ્ટ્રગીત વાગે છે ત્યારે અમારા રુંવાડા ઉભા થઈ જાય છે.

Next Article