વનડેમાં 14 વર્ષ પૂરા કર્યા પછી સચિનની સરખામણીમાં ક્યાં છે વિરાટ કોહલી?

|

Aug 18, 2022 | 6:06 PM

વિરાટ કોહલીએ (Virat Kohli) 18 ઓગસ્ટ 2008ના રોજ શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. 14 વર્ષ બાદ વિરાટના આંકડા બેમિસાલ છે. સચિનના 14 વર્ષ પછીના આંકડા શું હતા?

વનડેમાં 14 વર્ષ પૂરા કર્યા પછી સચિનની સરખામણીમાં ક્યાં છે વિરાટ કોહલી?
virat-sachin-records

Follow us on

વિરાટ કોહલી… (Virat Kohli) આજથી 14 વર્ષ પહેલા આ દિગ્ગજ ખેલાડીએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. શ્રીલંકા સામે દાંબુલામાં વિરાટ કોહલીએ પહેલી વાર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી મેચમાં વિરાટ માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તે પછી આ ખેલાડીએ ક્રિકેટની દુનિયા પર રાજ કર્યું હતું. આ ખેલાડીની સરખામણી સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે કરવામાં આવે છે. કહેવાય છે કે સચિનના 100 સદીના રેકોર્ડને માત્ર વિરાટ કોહલી જ તોડી શકે છે. આવું થશે કે નહીં એ તો પછીની વાત છે, પરંતુ પહેલા જાણો 14 વર્ષની વનડે કરિયર પછી સચિને શું કર્યું?

14 વર્ષ બાદ સચિન કરતા આગળ છે વિરાટ

14 વર્ષના વનડે કરિયર બાદ વિરાટ કોહલીના આંકડા સચિન કરતા સારા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી વનડેમાં 43 સદી ફટકારી છે. તેના બેટમાંથી 12 હજારથી વધુ રન થયા છે. સચિને 14 વર્ષ બાદ 36 સદી ફટકારી હતી અને તેણે વિરાટ કરતા 59 ઈનિંગ્સ વધુ રમી હતી. બંને ખેલાડીઓએ વનડેમાં 12,000 રનનો આંકડો પાર કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સચિનનો રેકોર્ડ તોડી દેશે વિરાટ?

સચિન તેંડુલકરે 2012માં બાંગ્લાદેશ સામે સદી ફટકારતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી સચિનને ​​પૂછવામાં આવ્યું કે તેનો રેકોર્ડ કોણ તોડી શકે છે, તો તેને વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું હતું. વિરાટ કોહલીએ અત્યાર સુધી 70 સદી ફટકારી છે. તે સચિન કરતા 30 સદી પાછળ છે.

મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ છેલ્લા અઢી વર્ષથી એક પણ સદી ફટકારી નથી પરંતુ તેમ છતાં તેના આંકડા કમાલના છે. હવે વિરાટ પાસે સમય છે. જો તે ફોર્મમાં આવે છે તો આગામી 3-4 વર્ષમાં તે 100 સદીના આંકડા સુધી પહોંચી શકે છે. પરંતુ તે એટલું સરળ નહીં હોય.

વિરાટ કોહલીએ પહેલી મેચમાં શું કર્યું હતું?

વિરાટ કોહલી માટે ડેબ્યૂ મેચ કંઈ ખાસ ન હતી. તે દાંબુલામાં શ્રીલંકા સામે ઓપનિંગ કરવા આવ્યો હતો. મુશ્કેલ પીચ પર ખાતું ખોલાવ્યા વગર જ ગૌતમ ગંભીર આઉટ થયો હતો અને વિરાટ કોહલી પણ 22 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.

Next Article