Anushka Sharma અને વિરાટ કોહલીએ ગુજરાતીનો ફ્લેટ ભાડે લીધો, લાખોમાં છે મહિનાનું ભાડું

|

Nov 23, 2022 | 4:27 PM

Virat Anushka News:વિરાટ કોહલી (Virat Kohli)અને અનુષ્કા શર્માએ જે ફ્લેટ ભાડે લીધો છે તે 55 વર્ષ પહેલા ક્રિકેટર સમરજિત સિંહ ગાયકવાડનો છે.આ એપાર્ટમેન્ટ માટે 7.50 લાખ રુપિયા જ ડિપોઝીટ પણ આપી દીધી છે.

Anushka Sharma અને વિરાટ કોહલીએ ગુજરાતીનો ફ્લેટ ભાડે લીધો, લાખોમાં છે મહિનાનું ભાડું
Anushka Sharmaઅને વિરાટ કોહલીએ ફ્લેટ ભાડે લીધો
Image Credit source: Twitter

Follow us on

Anushka Virat Flat: અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈના જુહુ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. તેમના ફ્લેટનું ભાડું 2.76 લાખ રૂપિયા પ્રતિ માસ હોવાનું કહેવાય છે. જુહુના બીચ એરિયા પાસે સ્થિત વિરાટ અને અનુષ્કાનું આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ હાઈ ટાઈડ બિલ્ડિંગના ચોથા માળે છે.

મીડિયા રિપો્ર્ટ અનુસાર વિરાટ કોહલીએ આ એપાર્ટમેન્ટ માટે 7.50 લાખ રુપિયા જ ડિપોઝીટ આપી છે. 1650 સ્ક્વાયર ફીટના આ ફ્લેટ માટે 17 ઓક્ટોબરના રોજ ડીલ ડન થઈ ગઈ હતી. આ ફ્લેટથી મુંબઈના સમુદ્રનો ખાસ નજારો જોવા મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

વિરાટ અનુષ્કાએ કોનો ફ્લેટ ભાડા પર લીધો?

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે ફ્લેટ ભાડા પર લીધો છે, તે 55 વર્ષ પહેલા પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના વડોદરાના રોયલ પરિવારના વંશજ છે. આ ફ્લેટની સાથે વિરાટ-અનુષ્કાને 2 અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ પણ મળ્યું છે. આ ફ્લેટને ભાડા પર લેવા માટે વિરાટ અને અનુષ્કા તરફથી કોઈ અધિકારિક નિવેદન સામે આવ્યું નથી.

આ પહેલા અલીબાગમાં જમીન ખરીદ્યી

આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મહારાષ્ટ્રના અલીબાગના જિરાદ ગામમાં 8 એકર જમીન ખરીદ્યી હતી. આ જમીન રાયગડ જિલ્લામાં છે. આ જમીન માટે મશહુર કપલે 19.24 કરોડ રુપિયા આપ્યા હતા. રિપોર્ટસ મુજબ જમીન રજીસ્ટ્રેટ 1 સપ્ટેમ્બર 2022 થઈ હતી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પાસે મુંબઈ અને ગુડગાંવમાં આલીશાન ઘર છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા લાંબા બ્રેક બાદ ફિલ્મ ચકદા એક્સપ્રેસથી મોટા પડદા પર વાપસી કરી હતી. ફિલ્મમાં અનુષ્કા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મશહુર ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનું પાત્ર અદા કરી રહી છે. વિરાટ કોહલી પણ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લઈ રજાઓ માણી રહ્યો છે. બંન્ને ઉત્તરાખંડમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે.

Next Article