VIDEO: શા માટે કોચ વિક્રમ રાઠોડ ટેસ્ટ મેચ પહેલા જ ચેતેશ્વર પૂજારાને સ્લિપમાં કેચ પ્રેક્ટિસ કરાવે છે? જાણો

|

Jun 21, 2022 | 2:10 PM

Cricke : ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. કોચ વિક્રમ રાઠોડ પૂજારાને સ્લિપમાં કેચ પકડવાની પ્રેક્ટિસ કરાવવા પર વધુ ભાર આપી રહ્યા છે.

VIDEO: શા માટે કોચ વિક્રમ રાઠોડ ટેસ્ટ મેચ પહેલા જ ચેતેશ્વર પૂજારાને સ્લિપમાં કેચ પ્રેક્ટિસ કરાવે છે? જાણો
Cheteshwar Pujara and Virat Kohli (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તેને 1 જુલાઈથી યજમાન ટીમ સામે ટેસ્ટ મેચ (Test Match) રમવાની છે. ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા 24 જૂનથી લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમશે. રોહિત શર્મા (Rohit Sharma) એન્ડ કંપનીએ લેસ્ટરશાયરમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. ભારતીય ટીમ છેલ્લે માર્ચમાં લાલ બોલથી ક્રિકેટ રમી હતી. તે પછી તે આઈપીએલ રમવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ દ્વારા ટેસ્ટ તૈયારીઓ કરી છે.

પુજારાએ ઇંગ્લેન્ડના પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો

ચેતેશ્વર પૂજારાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કોચ વિક્રમ રાઠોડ તેને ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. ખાસ કરીને નવા ડ્યુક બોલથી પૂજારા સ્લિપમાં કેચ પકડવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડમાં સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે પૂજારાની મહત્વની ભૂમિકા હશે. રાઠોડે પુજારાને લિસેસ્ટરશાયરમાં ઘણી ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરાવી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

24 જુનથી ભારત અને લેસ્ટરશાયર વચ્ચે ચાર દિવસની પ્રેક્ટિસ મેચ રમશે

ભારતીય ટીમ 24 જૂનથી લેસ્ટરશાયર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. વીડિયોમાં વિક્રમ રાઠોડ સ્પષ્ટપણે પૂજારાની ફિલ્ડિંગ પર નજર રાખી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ખેલાડીઓની સ્લિપમાં ફિલ્ડિંગ ખાસ સારી રહી નથી. ભારતીય ટીમમાં અજિંક્ય રહાણે પણ નથી. જે સ્લિપમાં ફિલ્ડિંગ કરતો જોવા મળે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે સ્લિપમાં વિરાટ કોહલી અને પૂજારાના રૂપમાં બે વિકલ્પ છે.

 

કાઉન્ટી ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો છે

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ IPL માં રમવામાં વ્યસ્ત હતા. ત્યારે ચેતેશ્વર પૂજારા કાઉન્ટી ક્રિકેટમાં પરસેવો પાડી રહ્યો હતો. પૂજારા કાઉન્ટી ક્લબ સસેક્સ ટીમનો ભાગ હતો. આ દરમિયાન તેણે સારી ઇનિંગ્સ રમી છે. ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ખરાબ પ્રદર્શન કરનાર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ને શ્રીલંકા સામેની હોમ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જે બાદ પુજારા કાઉન્ટીમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો.

Next Article