Virat Kohli-Anushka Sharma જીમમાં એકસાથે કસરત કરતો વીડિયો થયો વાયરલ

|

May 04, 2022 | 10:04 AM

IPL 2022 : વિરાટ કોહલીએ (Virat Kohli) ગત મેચમાં 14 ઇનિંગ મેચ બાદ અડધી સદી ફટકારી હતી. જોકે પોતાની અડધી સદી છતાં વિરાટ કોહલી પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

Virat Kohli-Anushka Sharma જીમમાં એકસાથે કસરત કરતો વીડિયો થયો વાયરલ
Virat Kohli and Anushka Sharma (PC: Virat Kohli Twitter)

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં IPL 2022 માં વ્યસ્ત છે. વિરાટ કોહલીને બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે મેચ રમવાની છે. મેચ પહેલા વિરાટ કોહલી જીમમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. આ સમયે તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ જોવા મળી હતી.

વિરાટ કોહલીએ મંગળવારે સાંજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 2 વીડિયો શેર કર્યા હતા. જેમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે જીમમાં કસરત કરી રહ્યો છે. કિંગ કોહલીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તે તેના ફેવરિટ જિમ પાર્ટનર સાથે પાછો ફર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ વીડિયોમાં વિરાટ કોહલી (Virat Kohli) વેઈટલિફ્ટિંગ કરી રહ્યો છે. જ્યારે અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ બેકગ્રાઉન્ડમાં એક્સરસાઇઝ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા આ દિવસોમાં વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કેમ્પમાં છે અને બેંગ્લોર ટીમને સપોર્ટ કરી રહી છે. પત્ની અનુષ્કા શર્મા બેંગ્લોરની દરેક મેચમાં સ્ટેડિયમમાં ટીમને સપોર્ટ કરવા માટે આવે છે.

 

 

હાલમાં જ અનુષ્કા શર્માએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. ત્યારે વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા માટે એક ખાસ સંદેશ શેર કર્યો છે. વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. તે સમયે અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં જ હાજર હતી.

સતત ખરાબ ફોર્મના બાદ કોહલીએ ગત મેચમાં ફટકારી હતી અડધી સદી

જો વિરાટ કોહલીની વાત કરીએ તો તે લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લી મેચમાં વિરાટ કોહલીએ ફોર્મમાં પરત ફરતા શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી અને ચોક્કસપણે તેનું મનોબળ વધાર્યું હતું. જોકે પોતાની અડધી સદી છતાં તે તેની ટીમને જીત અપાવી શક્યો નહીં. વિરાટ કોહલીએ અત્યાર સુધી 10 મેચમાં 186 રન બનાવ્યા છે. મહત્વનું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં વિરાટ કોહલી લીગના ઇતિહાસમાં પહેલીવાર સતત બે વાર શુન્ય રને આઉટ થયો હતો. ત્યાર બાદ તેના પ્રદર્શન પર ઘણા ક્રિકેટ ચાહકો અને નિષ્ણાંતોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પુર્વ કોચ રવિ શાસ્ત્રી સહિતના દિગ્ગજોએ તેને હાલ ક્રિકેટમાંથી થોડા સમય માટે આરામ લેવા માટે સલાહ આપી હતી.

Published On - 10:01 am, Wed, 4 May 22

Next Article