Viral Video : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ લોકોએ એકસાથે ગાયું ‘વંદે માતરમ્’, દેશભક્તિનો શાનદાર વીડિયો થયો વાયરલ

પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. 1 લાખથી વધારે દર્શકો આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ મેચ દરમિયાન દર્શકોએ એક સાથે વંદે માતરમ્ સોન્ગ ગાયું હતું, આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ લોકોએ એકસાથે ગાયું વંદે માતરમ્, દેશભક્તિનો શાનદાર વીડિયો થયો વાયરલ
Viral Video
| Edited By: | Updated on: Apr 01, 2023 | 4:44 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈકાલે 31 માર્ચના રોજ આઈપીએલની 16મી સિઝનની શરુઆત થઈ હતી. ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ આઈપીએલની શાનદાર શરુઆત થઈ હતી. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. 1 લાખથી વધારે દર્શકો આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ મેચ દરમિયાન દર્શકોએ એક સાથે વંદે માતરમ્ સોન્ગ ગાયું હતું, આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

ગુજરાત ટાઈન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ મેચ રમાઈ હતી. હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 178 રન રહ્યો હતો. 179 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરુઆત શાનદાર રહી હતી. અંતિમ ઓવરમાં ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી હતી. 19.2 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 182 રન બનાવી ગુજરાત ટાઈટન્સે ફરી જીત સાથે શરુઆત કરી હતી.

આ પણ વાંચો : IPL 2023ની ધમાકેદાર શરુઆત, જુઓ ઓપનિંગ સેરેમનીના Photos

પ્રથમ મેચની મોટી વાતો

પ્રથમ ઈનિંગ

  • પ્રથમ ઈનિંગમાં રુતુરાજ ગાયકવાડે સિઝનનો પ્રથમ ચોગ્ગો, સિક્સર અને ફીફટી ફટકારી હતી.
  • ગાયકવાડે 11મી આઈપીએલ ફિફટી ફટકારી હતી, તે સિઝનની પ્રથમ ફિફટી ફટકારનાર છઠ્ઠો ચેન્નાઈનો ખેલાડી બન્યો છે.
  • મોહમ્મદ શમીએ ગુજરાત તરફથી પ્રથમ વિકેટ લેતા, આઈપીએલમાં 100 વિકેટ પૂરી કરી હતી.
  • આર્યલેન્ડના બોલર જોસુઆ લિટલે પોતાના આઈપીએલની પ્રથમ વિકેટ લીધી હતી, તેણે રાયડુને 12 રન પર આઉટ કર્યો હતો.
  • પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ 13 સિકિસર ફટકારી હતી. સૌથી વધારે 9 સિક્સર ગાયકવાડે ફટકારી હતી. ચેન્નાઈની ટીમે કુલ 10 ચોગ્ગા ફટકાર્યા હતા.
  • ધોનીએ છેલ્લી ઓવરમાં એક સિક્સર ફટકારી હતી. તેના પર આખુ સ્ટેડિયમ ઝૂમી ઉઠયું હતું. આ સાથે તે 20મી ઓવરમાં સૌથી વધારે સિક્સર મારનાર ખેલાડી બન્યો છે. તેણે હમણા સુધી 20મી ઓવરમાં 53 સિક્સર ફટકારી છે.
  • કેન વિલિયમસને પ્રથમ ઈનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો.
  • ધોનીએ ચેન્નાઈ માટે આઈપીએલમાં 200 સિક્સર પૂરા કર્યા હતા.

બીજી ઈનિંગ

  • ચેન્નાઈનો બોલર દેશપાંડે આઈપીએલનો પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર બન્યો હતો. તે અંબાતી રાયડુના સ્થાને મેચમાં ઉતર્યો હતો.
  • પ્રથમ ઈનિંગમાં વિલિયમસનને ઈજા થતા, તેના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટર સાંઈ સુંદરસન આવ્યો હતો.
  • શુભમન ગિલ ગુજરાત માટે આ સિઝનમાં પ્રથમ ફિફટી ફટકારી હતી.
  • બીજી ઈનિંગના 17.4 ઓવરમાં આઈપીએલમાં પ્રથમ વાર વાઈડ બોલ અંગેના નિર્ણય પર રિવ્યૂ લેવામાં આવ્યો હતો.
  • બીજી ઈનિંગમાં 8 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : IPL opening ceremony 2023 : આઈપીએલની ધમાદેકાર શરુઆત, રશ્મિકા, તમન્ના અને અરિજીત સિંહના પરફોર્મન્સ પર ઝૂમી ઉઠયું સ્ટેડિયમ

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડયાએ 3 ઓવરમાં 28 રન આપ્યા હતા. જોસુઆ લિટલે 4 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ, અલઝારી જોસેફે 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે યશ દયાલે 1 ઓવરમાં 14 રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં રિદ્ધિમાન સાહાએ 25 રન , શુભમન ગિલે 63 રન, હાર્દિક પંડ્યા(C)એ 8 રન, વિજય શંકરે 27 રન, રાહુલ તેવટિયા 15 રન, રાશિદ ખાને 10 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 1 રન, રુતુરાજ ગાયકવાડ 92, બેન સ્ટોક્સ 7, અંબાતી રાયડુ 12, મોઈન અલી 23 રન, શિવમ દુબે 19, જાડેજાએ 1 રન, ધોનીએ 14 રન અને સેન્ટનરે 1 રન બનાવ્યા હતા.

બીજી ઈનિંગમાં દીપક ચહરે 4 ઓવરમાં 29 રન આપ્યા, રાજવર્ધન હંગરગેકર 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ લીધી, જાડેજાએ 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ લીધી હતી. ઈમ્પેક પ્લેયર તુષાર દેષમુખે 3.2 ઓવરમાં 51 રન આપી 1 વિકેટ લીધી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 4:41 pm, Sat, 1 April 23