T20 Cricket: ગજબ બોલીંગ ! આ ભારતીય બોલરે 4 ઓવર નાંખી પણ એક રન આપ્યો નહી, 2 વિકેટ પણ ખેરવી દીધી, રચ્યો વિશ્વ વિક્રમ

|

Nov 08, 2021 | 7:37 PM

આ સ્પિનરે તે કામ કરી બતાવ્યું છે જે અત્યાર સુધી T20 ક્રિકેટમાં કોઈ બોલર કરી શક્યું નથી. આ બોલરે વિકેટ પણ લીધી અને રન પણ ન આપ્યા.

T20 Cricket: ગજબ બોલીંગ ! આ ભારતીય બોલરે 4 ઓવર નાંખી પણ એક રન આપ્યો નહી, 2 વિકેટ પણ ખેરવી દીધી, રચ્યો વિશ્વ વિક્રમ
Akshay Karnewar

Follow us on

ભારતની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં કંઈક એવું થયું જે અત્યાર સુધી પુરુષોની T20 ક્રિકેટમાં બન્યું ન હતું. આ પરાક્રમ ભૂતપૂર્વ રણજી વિજેતા વિદર્ભ (Vidarbha) ના બોલરે કર્યું છે. આ ખેલાડીનું નામ અક્ષય કર્નેવાર (Akshay Karnewar) છે. વિદર્ભની ટીમનો મુકાબલો મંગલાગિરીના આંધ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મણિપુર (Manipur) સામે થયો હતો. વિદર્ભે આ મેચમાં 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

જ્યારે વિદર્ભની બોલિંગ આવી ત્યારે અક્ષયે બોલ વડે એવું પરાક્રમ કર્યું જે પહેલાં ક્યારેય થયું ન હતું. અક્ષયે ચાર ઓવર બોલિંગ દરમિયાન એક પણ રન આપ્યો ન હતો. તેણે ચારેય ઓવરમાં મેડન્સ ફેંકી અને બે વિકેટ પણ પોતાના નામે કરી. અક્ષયે જે કર્યું તે એક રેકોર્ડ છે.

અક્ષય પહેલા આઝ સુધી પુરુષોની ટી20 ક્રિકેટમાં ક્યારેય આવુ બન્યુ નહોતુ. કોઇ પણ બોલરે પોતાના ક્વોટાની પૂરી ઓવરો ફેંકી હોય અને એક પણ રન આપ્યો ના હોય અને વિકેટ પણ લીધી હોય. વિદર્ભે આ મેચમાં 167 રનથી શાનદાર જીત નોંધાવી હતી. તેણે મણિપુરને 55 રનમાં આઉટ કરી દીધું. અક્ષય ઉપરાંત અર્થવ અને આદિત્ય ઠાકરેએ બે-બે સફળતાઓ મેળવી. સિદ્ધેશ નેરાઈ, અક્ષય અને દર્શન નલકાંડેને એક-એક સફળતા મળી. અક્ષય સ્પિનર ​​છે અને તે એવા થોડા લોકોમાંથી એક છે જે બંને હાથે બોલિંગ કરી શકે છે.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

 

જીતેશ અને અપૂર્વની ઇનિંગ્સે ધમાલ મચાવી હતી

વિદર્ભના બેટ્સમેનો અને અપૂર્વે તોફાન મચાવ્યું તે પહેલા જ અક્ષયના બોલ ધૂમ મચાવે, તેણે વિદર્ભને મજબૂત સ્કોર અપાવ્યો. જીતેશે 31 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 71 રનની ઇનિંગ રમી હતી. અપૂર્વએ 16 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અર્થવ તાઈડે 46 રન બનાવ્યા હતા. જીતેશે 229ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

આ સાથે જ અપૂર્વાએ 306ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેની ઇનિંગમાં અર્થવે 21 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા ફટકાર્યા. મણિપુર 18ના કરણજીત યમનામે તેના તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. નરસિંહ યાદવ બીજા નંબર પર હતો. તેણે 10 રન બનાવ્યા હતા. આ બંને સિવાય મણિપુરનો અન્ય કોઈ બેટ્સમેન ડબલ આંકડો પાર કરી શક્યો નહોતો.

મણિપુર માટે કિશન થોકચોમ સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે ત્રણ ઓવરમાં 60 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. સોમરજીત સલામે ત્રણ ઓવરમાં 35 રન આપ્યા હતા. ચોંગથમ મેહુલે બે ઓવરમાં 35 રન આપ્યા હતા. ચાર મેચમાં વિદર્ભની આ ચોથી જીત છે. તે તેના પ્લેટ ગ્રુપમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

 

Published On - 7:34 pm, Mon, 8 November 21

Next Article