U19 World Cup 2026 : વૈભવ સૂર્યવંશીની 20મી સિક્સ ખુબ ખાસ હશે, આવું કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બનશે

વૈભવ સૂર્યવંશીનું ટેલેન્ટ શું છે? તેના વિશે દુનિયા સારી રીતે જાણી ચૂકી છે. હજુ તેની પાસે એક સુંદર કામ કરવાની તક છે. આવું કરતા જ તે દુનિયાનો પહેલી ખેલાડી બની જશે.

U19 World Cup 2026 : વૈભવ સૂર્યવંશીની 20મી સિક્સ ખુબ ખાસ હશે, આવું કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બનશે
| Updated on: Jan 15, 2026 | 11:18 AM

વૈભવ સૂર્યવંશી રમે છે ત્યારે સિક્સનો વરસાદ પણ થાય છે. તેના રમવાની સ્ટાઈલ એટલી આક્રમક છે કે, દરેક સીરિઝ કે, ટૂર્નામેન્ટ પૂર્ણ થતાં તે 15 થી 20 સિક્સ અને કેટલીક વખત તેનાથી પણ વધારે સિકસ ફટકારે છે. પરંતુ આ વખતે અંડર 19 વનડે વર્લ્ડકપમાં તેના બેટમાંથી નીકળનાર 20મી સિક્સ ખાસ રહેશે. હવે સવાલ એ છે કે, 20મી સિક્સ કેમ ખાસ છે. તો આ એટલા માટે કારણ કે, તે સિક્સની દુનિયામાં બધા બેટ્સમેનથી કાંઈ અલગ કરશે. તે દુનિયાનો એક માત્ર બેટ્સમેન બની જશે.

U19 WCમાં વૈભવ સૂર્યવંશીની 20 સિક્સ કેમ ખાસ છે?

ક્રિકેટના મેદાન પર અનેક ક્રિકેટરો સિક્સનો વરસાદ કરતા હોય છે પરંતુ જે કામ વનડે વર્લ્ડકપ 2026માં વૈભવ સૂર્યવંશી 20મી સિક્સ ફટકારી કરશે. તે અન્ય ખેલાડીઓથી અલગ હશે. તો ચાલો જાણીએ અંડર 19 વનડે વર્લ્ડકપમાં વૈભવ સૂર્યવંશી 20મી સિક્સ ફટકારી ક્યો રેકોર્ડ બનાવશે. તો આ 20મી સિક્સ અનોખી હશે તે પોતાની સિક્સની સદી પૂર્ણ કરશે. જે તમે પહેલા નહી જોઈ હોય. 15 માર્ચે 15 વર્ષનો થવા જઈ રહેલા સર્યવંશીએ પોતાના અંડર 19 કરિયરમાં વધુ એક શાનદાર કામ કરશે.

વૈભવ સૂર્યવંશી તેના 20મી સિક્સ સાથે કઈ સદી પૂર્ણ કરશે?

અંડર 19 વનડે વર્લ્ડકપમાં 20મી સિક્સ ફટકારી વૈભવ સૂર્યવંશી જે સદી પુરી કરશે. તે તેના સિક્સની સદી હશે. તે અંડર 19 વનડેમાં 100 સિક્સ પુરી કરશે. આવું કરનાર તે દુનિયાનો પહેલો બેટ્સમેન બનશે.

દુનિયાનો પહેલો ખેલાડી બનશે વૈભવ

2024માં કરિયરની શરુઆત કરનાર વૈભવ સૂર્યવંશીએ અંડર 19 વનડે વર્લ્ડકપ 2026શરુ થતા પહેલા 18 વનડે અંડર 19 લેવલ પર રમી રહ્યો છે. જેમાં તેમણે 80 સિક્સ ફટકારી છે. સિક્સ મામલે વૈભવ સૂર્યવંશી અંડર19માં વનડેમાં નંબર વન છે. આ વખતે અંડર19 વર્લ્ડકપમાં પોતાની 20મી સિક્સ ફટકારી વૈભવ સૂર્યવંશી ખાસ સફળતા મેળવશે.

100મી સિક્સ સુધી પહોંચવા માટે પોતાની 20મી સિક્સ ફટકારીને, વૈભવ સૂર્યવંશી અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેન પણ બની શકે છે. આ સિદ્ધિનો વર્તમાન રેકોર્ડ 18 છે.

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો