
ચેન્નાઈના એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમમાં દુલીપ ટ્રોફી 2026 ની ફાઈનલ મેચ ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનની ટીમ વચ્ચે રમાઈ રહી છે, જેમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને વૈભવ સૂર્યવંશી અને અભિમન્યુ ઈશ્વરનની ઓપનિંગ જોડીએ બિલકુલ સાચો સાબિત કર્યો.
બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી જોવા મળી. સૌની નજર વૈભવ સૂર્યવંશી પર સૌથી વધુ હતી, જેના બેટથી 37 બોલમાં 44 રનની ઈનિંગ જોવા મળી. આ ઇનિંગમાં વૈભવ સૂર્યવંશી 5 ચોગ્ગા અને એક છગ્ગો લગાવવામાં સફળ રહ્યો.
બીજી તરફ આ મેચમાં સાઉથ ઝોન તરફથી રમી રહેલ મોહમ્મદ સિરાજ સામે વૈભવ ખૂબ જ આક્રમક બેટિંગ કરતો જોવા મળ્યો, જેમાં તેની ઈનિંગનો એકમાત્ર છગ્ગો સિરાજ સામે જ આવ્યો હતો.
4️⃣,6️⃣,4️⃣
Vaibhav Sooryavanshi on the charge with some delightful shots
The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026
દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચ માટે સાઉથ ઝોનની ટીમમાં મોહમ્મદ સિરાજ અને દેવદત્ત પડિક્કલને જોડવામાં આવ્યા છે, જે બંને આ ફાઈનલ મેચમાં રમી રહ્યા છે. ફાઈનલ મેચમાં ‘મોહમ્મદ સિરાજ’ એ વૈભવ સૂર્યવંશી સામે બોલિંગ કરવા આવ્યો, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આમાં સિરાજ સામે પોતાની 44 રનની ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ કુલ 12 બોલનો સામનો કરીને 22 રન બનાવ્યા, જેમાં તેના બેટથી કુલ ચાર બાઉન્ડ્રી જોવા મળી. સૂર્યવંશીએ મોહમ્મદ સિરાજના એક જ ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારીને તેને દિવસે તારા બતાવી દીધા.
વૈભવ સૂર્યવંશી જે હાલમાં દુલીપ ટ્રોફી 2026 ની ફાઈનલ મેચમાં રમી રહ્યો છે, તેણે આ મેચ પૂરી થયા પછી તરત જ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં રમાનારી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સ્કવોડ સાથે જોડાવાનું છે, જેમાં ભારતીય ટીમે પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે રમવાની છે. આ સિરીઝમાં વૈભવના પ્રદર્શન પર સૌની નજર રહેશે.