World Cup 2023: વર્લ્ડ કપ 2023 માટે મોડી રાત્રે ટીમની જાહેરાત, આ 15 ખેલાડીઓના નામ પર મહોર

|

Jun 12, 2023 | 4:29 PM

ODI World Cup 2023: મોડી રાત્રે એક ટીમે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ક્વોલિફાયર મેચો માટે તેની ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 18 જૂનથી ઝિમ્બાબ્વેમાં રમાશે.

World Cup 2023: વર્લ્ડ કપ 2023 માટે મોડી રાત્રે ટીમની જાહેરાત, આ 15 ખેલાડીઓના નામ પર મહોર

Follow us on

ICC ODI World Cup 2023: UAE Cricket Teamની સિલેક્શન પેનેલે ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી શરુ થનાર 2023 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર 15 ટીમની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર મેચ 10 ટીમો વચ્ચે રમાશે. ગ્રુપ એમાં વેસ્ટઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, નેપાળ અને યુએસએની ટીમને રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, આયરલેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન અને યુએઈની ટીમ છે. આ તમામ ટીમો ભારતમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં છેલ્લા બે સ્થાનો માટે ટક્કર કરશે.

UAEની ટીમની જાહેરાત

18 જૂનથી ઝિમ્બાબ્વેમાં યોજાનાર વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં 10 ટીમો ભાગ લેશે, જેમાંથી ટોચની બે ટીમો ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. આ ટૂર્નામેન્ટમાં UAEની કપ્તાની મોહમ્મદ વસીમના હાથમાં રહેશે.ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શકે છે.

આ પણ વાંચો : Gautam Gambhir: ગૌતમ ગંભીરના વાયરલ થઇ રહેલા વીડિયોમાં શું છે? WTC Final માં ભારતની હાર બાદ વીડિયો આવ્યો સામે

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

મેન ઈવેન્ટ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાશે. યજમાન ભારતને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી છે. ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હજુ બે ટીમો ક્વોલિફાય થવાની બાકી છે.

આ પણ વાંચો : ICC Test Cricket Rankings ટીમ ઇન્ડિયા સામે વધુ એક મોટુ સંકટ, હવે જશે નંબર એકનો તાજ !

વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે યુએઈની ટીમ

મોહમ્મદ વસીમ (કેપ્ટન), એથન ડિસોઝા, અલી નસીર, વૃત્ય અરવિંદ, રમીઝ શહઝાદ, જવાદુલ્લાહ, આસિફ ખાન, રોહન મુસ્તફા, અયાન ખાન, જુનેદ સિદ્દીકી, ઝહૂર ખાન, સંચિત શર્મા, આર્યનશ શર્મા, કાર્તિક મયપ્પન, બાસિલ હમીદ.

ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ તેની લીગ મેચો ભારતના 5 શહેરોમાં રમશે. આ 5 શહેરોમાં માત્ર એક જ શહેર અમદાવાદ હશે, જ્યાં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મુકાબલો થશે..આ હાઈ-વોલ્ટેજ મેચ માટે વિશ્વના સૌથી મોટા મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતાં વધુ સારું સ્થળ ન હોઈ શકે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article