25 વર્ષથી ઓછી ઉંમરના બે છોકરાઓએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની લાજ રાખી

બીજી ટેસ્ટમાં બે છોકરાઓ એવા હતા જેમણે ભારતીય બેટિંગની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી હતી. પહેલું નામ યશસ્વી જયસ્વાલ અને બીજું નામ શુભમન ગિલ. જો આ ટેસ્ટ જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ માટે યાદ રહેશે તો તે ગિલ અને જયસ્વાલ હશે.

25 વર્ષથી ઓછી ઉંમરના બે છોકરાઓએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની લાજ રાખી
Shubman Gill & Yashasvi Jaiswal
| Updated on: Feb 05, 2024 | 7:28 PM

ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 106 રને જીત મેળવી છે. શ્રેણીની બંને મેચમાં બોલરોએ પોતાનું કામ સારી રીતે કર્યું હતું. પરંતુ બેટિંગમાં અનુભવી સ્ટાર બેટ્સમેનોએ જ્યારે નિરાશ કર્યા, ત્યારે બે યુવા બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

બે યુવા છોકરાઓએની બેટિંગમાં કર્યો કમાલ

આ બધાની વચ્ચે બે છોકરાઓ એવા હતા જેમણે ભારતીય બેટિંગની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી હતી. પહેલું નામ યશસ્વી જયસ્વાલ અને બીજું નામ શુભમન ગિલ. જો આ ટેસ્ટ જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ માટે યાદ રહેશે તો તે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ હશે.

યશસ્વી જયસ્વાલની દમદાર ડબલ સેન્ચુરી

ક્રિકેટની આ પેઢીની સૌથી મોટી શોધ યશસ્વી જયસ્વાલ છે. 22 વર્ષના આ ખેલાડીએ બતાવ્યું કે પરિપક્વ બનવા માટે વૃદ્ધ હોવું જરૂરી નથી. આ શ્રેણીની પ્રથમ મેચમાં પણ જયવાલે 80થી વધુ રનની ઈનિંગ રમી હતી. પરંતુ આ મેચમાં તેણે શાનદાર બેવડી સદી ફટકારી. આ સમગ્ર ઈનિંગ દરમિયાન જ્યાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો આવતા-જતા રહ્યા, ત્યાં જયસ્વાલ ઉભો રહ્યો અને તેણે પોતે ટીમના અડધાથી વધુ રન બનાવ્યા હતા.

શુભમન ગિલની શાનદાર સદી

અહીં સ્ટાર બેટ્સમેનોથી સજેલું ભારતીય ટોપ ઓર્ડર ફરી એકવાર વિખરાઈ ગયું. પરંતુ લાંબા સમયથી પ્રશ્નોમાં ઘેરાયેલો ગિલ આ વખતે બચી ગયો હતો. જ્યારે 42 વર્ષનો જેમ્સ એન્ડરસન ભારતીય બેટ્સમેનોને ખાવા માટે ભૂખ્યા સિંહની જેમ દોડી રહ્યો હતો, ત્યારે ગિલ અડગ રહ્યો. કોઈ ખરાબ શોટ રમ્યો ન હતો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર સદી ફટકારી હતી. ગિલ સિવાય કોઈએ કંઈ કર્યું નથી. આખી ટીમ 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ગિલના 104 રન હતા.

ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય ખૂબ જ સારા હાથમાં

જો આ બંને બેટ્સમેનો આ મેચમાં ન રમ્યા હોત તો એક વાત તો નક્કી હતી કે ભારતીય ટીમ આ શ્રેણીમાં 0-2થી પાછળ રહી ગઈ હોત. આ મેચ ભારતીય ટીમ માટે માત્ર 25 વર્ષથી ઓછી ઉંમરના બે છોકરાઓએ સાચવી છે. તેનો અર્થ એ છે કે એક વાત નિશ્ચિત છે કે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય ખૂબ જ સારા હાથમાં છે. આ યુવાનો તૈયાર છે અને હવે તેઓ મોટા મંચ પર પણ હિટ છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી રચ્યો ઈતિહાસ, ધોનીને પણ પાછળ છોડી દીધો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો