T20 World Cup 2021: અંપાયરે કરી દીધી આ ભૂલ સજા મળી ગઇ વિશ્વકપ ટૂર્નામેન્ટથી બહાર થવાની, જાણો કેમ

|

Nov 04, 2021 | 8:21 AM

કોવિડના કારણે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનમાં ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ આ ટુર્નામેન્ટ ભારતમાં રમાવવાની હતી.

T20 World Cup 2021: અંપાયરે કરી દીધી આ ભૂલ સજા મળી ગઇ વિશ્વકપ ટૂર્નામેન્ટથી બહાર થવાની, જાણો કેમ
Umpire Michael Gough

Follow us on

કોવિડને કારણે કોઈપણ ટૂર્નામેન્ટનું આયોજન મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં આયોજકો કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવા માંગતા નથી. ICC હાલમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનમાં T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) ના આયોજનમાં વ્યસ્ત છે. દરમિયાન કોવિડથી બચવા માટે બનાવેલા નિયમોને લઈને કડક છે. તેણે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ટુર્નામેન્ટમાંથી હટાવી દીધો છે.

આ વ્યક્તિ ખેલાડી નથી પરંતુ અમ્પાયર છે. આ અમ્પાયર ઈંગ્લેન્ડના માઈકલ ગફ (Michael Gough) છે. માઈકલ ગફને થોડા દિવસો પહેલા ટૂર્નામેન્ટના જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કરવા બદલ બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતા.

ગયા અઠવાડિયે શુક્રવારે, 41 વર્ષીય અમ્પાયર મંજૂરી વિના હોટલની બહાર નીકળી ગયો હતા અને ટૂર્નામેન્ટના જૈવિક રીતે સલામત વાતાવરણની બહાર વ્યક્તિઓને મળ્યો હતો. ત્યારબાદ તેમને છ દિવસના ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતા. ICCએ એક નિવેદન જારી કરીને આ અંગે જાણકારી આપી છે. ICCએ એક નિવેદનમાં કહ્યું, જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણના નિયમોના ભંગને કારણે ICC મેન્સ T20 2021ની બાકીના મેચો માટે અમ્પાયર માઈકલ ગોફની નિમણૂક કરવામાં આવશે નહીં.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં તક ના મળી

ગયા અઠવાડિયે રવિવારે દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zeland) વચ્ચેની મેચમાં ગોફ સત્તાવાર ભૂમિકા ભજવવાનો હતો પરંતુ નિયમોના ભંગ બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના મેરાઈસ ઈરાસ્મસને લેવામાં આવ્યા હતા. ગફ, ભૂતપૂર્વ ડરહામ બેટ્સમેન, હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ અમ્પાયરોમાંથી એક માનવામાં આવે છે.

ક્વોરન્ટાઇ દરમિયાન એક દીવસ એકાંતરે દિવસે તેમનુ નિયમીત પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ICC છેલ્લા બે વર્ષમાં બાયો-સુરક્ષિત વાતાવરણમાં વિતાવેલા સમયનું સન્માન કરે છે. ICC આ વાતાવરણમાં તમામ મેચ અધિકારીઓની સંભાળ અને સમર્થન કરવાનું ચાલુ રાખશે.

કોવિડના કારણે ભારતથી UAE આવી પહોંચી ટૂર્નામેન્ટ

આ વર્લ્ડ કપ પહેલા ભારતમાં આયોજિત થવાનો હતો. પરંતુ કોવિડની સ્થિતિને જોતા આ ટૂર્નામેન્ટને સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં શિફ્ટ કરવામાં આવી હતી. જે સમયે આ વર્લ્ડ કપને ભારતની બહાર ખસેડવામાં આવ્યો હતો તે સમયે ભારતમાં કોવિડનો કહેર ચરમસીમા પર હતો. આ કારણોસર IPL-2021 ને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. IPL-2021ની બાકીની મેચોનું પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં UAEમાં આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

આ પણ વાંચોઃ Rohit Sharma: દિવાળી પર રોહિત શર્મા રન વડે આતશબાજી કરવાનુ ચૂકતો નથી, 5 વાર કરી મનાવી ચુક્યો છે આમ

આ પણ વાંચોઃ Kali Chaudas: કાળી ચૌદશની રાત્રીએ આ ગામના લોકો સ્મશાનમાં જઇને કરે છે ભક્તિ ભાવ, બાળકો થી લઇ મોટેરાઓ જોડાય છે આ કાર્યમાં

Next Article