U19 Women T20 World Cup 2023માં ભારતની પહેલી હાર, Super Sixની મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી આપી માત

|

Jan 21, 2023 | 9:24 PM

ગ્રુપ સ્ટેજની તમામ 3 મેચ જીત્યા બાદ હાલમાં ભારતીય મહિલા ટીમની પહેલી હાર થઈ હતી. હાલમાં અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની સુપર સિક્સની મેચો ચાલી રહી છે.

U19 Women T20 World Cup 2023માં ભારતની પહેલી હાર, Super Sixની મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી આપી માત
U19 Womens T20 World Cup 2023
Image Credit source: Twitter

Follow us on

દક્ષિણ આફ્રીકામાં હાલમાં અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી હતી. ગ્રુપ સ્ટેજની તમામ 3 મેચ જીત્યા બાદ હાલમાં ભારતીય મહિલા ટીમની પહેલી હાર થઈ હતી. હાલમાં અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપની સુપર સિક્સની મેચો ચાલી રહી છે. આજે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય મહિલા ટીમને 7 વિકેટથી હાર મળી છે.

પ્રથમ બેટિંગ કરીને ભારતીય મહિલા ટીમ 87 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. 88 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટના નુકશાન સાથે 88 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ 22 જાન્યુઆરીના રોજ સુપર સિક્સની બીજી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચ સાંજે 5.15 કલાકે શરુ થશે. આ મેચ ભારતીય મહિલા ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ

આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપની 41 મેચ સાઉથ આફ્રીકાના બેનોની અને પોચેફસ્ટ્રમના 4 ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 16 ટીમ વચ્ચેનો આ પ્રથમ આઈસીસી અંડર 19 મહિલા વર્લ્ડ કપ વર્ષ 2021માં શરુ થવાનો હતો પણ કોરોના માહામારીને કારણે આ વર્ષે આ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે.

આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રીકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડીઝ અને જિમ્બાબ્વે જેવા પૂર્ણ સદસ્ય દેશોની ટીમ સહિત આઈસીસીના પાંચ ક્ષેત્રો યુએઈ, રવાંડા, અમેરિકા, સ્કોર્ટલેન્ડ અને ઈન્ડોનેશિયાની ટીમ રમી રહી છે.

 

ભારતની શેફાલી વર્મા સહિત તમામ ટીમની કેપ્ટને હાલમાં ટ્રોફી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યા છે.

4 ગ્રુપમાં વિભાજીત થઈ છે તમામ ટીમ

U19 Women World Cupનું શેડયુલ

ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રીકા, યુએઈ અને સ્કોટલેન્ડ સામે જીત મેળવી હતી. અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ 6 પોઈન્ટ સાથે ગ્રુપ ડીમાં ટોપ પર રહી હતી.

Next Article