
ચાલુ અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીત સાથે સુપર સિક્સમાં શાનદાર પ્રવેશ કર્યો છે. આ સફળતા પાછળ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સતત શાનદાર પ્રદર્શન સાથે વૈભવ સૂર્યવંશી હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. બાંગ્લાદેશ સામેની મેચમાં તેણે અંડર-19 વનડે ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે તેનો આગામી લક્ષ્ય વધુ મોટો છે.
બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 72 રનની શાનદાર ઇનિંગ રમીને **વિરાટ કોહલી**નો અંડર-19 વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. વિરાટ કોહલીએ પોતાની અંડર-19 વનડે કારકિર્દીમાં 28 મેચમાં 978 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. વૈભવે આ આંકડો પાર કરીને પોતાનું નામ રેકોર્ડબુકમાં નોંધાવ્યું છે.
વર્તમાન અંડર-19 વર્લ્ડ કપમાં સતત સારું પ્રદર્શન કરતા વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી 20 અંડર-19 વનડે મેચમાં ત્રણ સદી સાથે કુલ 1047 રન બનાવ્યા છે. તેની બેટિંગમાં પરિપક્વતા અને સ્થિરતા સ્પષ્ટ જોવા મળી રહી છે, જે ભારતીય ટીમ માટે મોટી આશા બની છે. તેની આ ફોર્મને જોતા એવું લાગી રહ્યું છે કે તે આગામી મેચોમાં વધુ રેકોર્ડ તોડી શકે છે.
હવે ચર્ચા એ છે કે શું વૈભવ સૂર્યવંશી **શુભમન ગિલ**નો રેકોર્ડ પણ તોડી શકશે? શુભમન ગિલે પોતાની અંડર-19 વનડે કારકિર્દીમાં 16 મેચની 15 ઇનિંગ્સમાં 1149 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. હાલમાં વૈભવ ગિલથી માત્ર 102 રન પાછળ છે, જે અંતર બહુ મોટું નથી.
જો વૈભવ સૂર્યવંશી આગામી મેચોમાં સદી ફટકારે છે, તો તે શુભમન ગિલને પાછળ છોડી દેવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ અંડર-19 ટીમ સામેની આવનારી મેચમાં વૈભવ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે. જો તેનો વર્તમાન ફોર્મ યથાવત રહે, તો અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટને એક નવો સુપરસ્ટાર મળી શકે છે.
માત્ર 47 બોલમાં ફટકારી દીધા 104 રન, એક ચેલેન્જ અને 24 વર્ષના ખેલાડીએ કરી દીધો છગ્ગાનો વરસાદ
Published On - 10:35 pm, Mon, 19 January 26