Vaibhav Suryavanshi U19 Asia Cup 2025 : વૈભવ સૂર્યવંશીએ પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ રમી, પહેલી વાર આ સિદ્ધિ મેળવી

વૈભવ સૂર્યવંશીએ એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2025ની પહેલી જ મેચમાં એક શાનદાર પ્રદર્શન કર્યું છે. દુબઈની આઈસીસી એકેડમી ગ્રાઉન્ડમાં અરબ અમીરાતની ટીમ વિરુદ્ધ તેમણે યૂથ વનડે કરિયરમાં સૌથી મોટી ઈનિગ્સ રમી છે.

Vaibhav Suryavanshi U19 Asia Cup 2025 : વૈભવ સૂર્યવંશીએ પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ રમી, પહેલી વાર આ સિદ્ધિ મેળવી
| Updated on: Dec 12, 2025 | 2:03 PM

Vaibhav Suryavanshi 171 runs in U19 Asia Cup 2025 : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફરી એક વખત સાબિત કરી દીધું કે, એજ જસ્ટ નંબર છે. ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025ની પહેલી મેચ સંયુક્ત અરબ અમીરાત વિરુદ્ધ વૈભવ સૂર્યવંશીએ એવી તોફાની ઈનિગ્સ રમી કે, આખી દુનિયા જોતી રહી ગઈ. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં સિક્સનો વરસાદો કર્યો હતો અને પોતાના યૂથ વનડે કરિયરની સૌથી મોટી ઈનિગ્સ રમી હતી. તેમણે યુથ વનડે ક્રિકેટની આ એક ખાસ લિસ્ટમાં સામેલ પણ થયો છે.

વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી ઈનિગ્સ

વૈભવ સૂર્યવંશી માટે આ ટૂર્નામેન્ટની શરુઆત ખુબ શાનદાર રહી હતી. તેમણે પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. ઓપનિંગ કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ માત્ર 56 બોલમાં પોતાની સદી ફટકારી હતી 84 બોલમાં રનનો ઢગલો કર્યો હતો અને અંતે 171 રનની વિસ્ફોટક ઈનિગ્સ રમી મેદાનમાંથી બહાર થયો હતો. આ તેના યુથ વનડે કરિયરની સૌથી મોટી ઈનિગ્સ રહી છે. આ પહેલા પણ તેનું બેસ્ટ પ્રદર્શન આ વર્ષે ઈંગ્લેન્ડ અંડર-19 વિરુદ્ધ રમાયેલી 143 રનની ઈનિગ્સ હતી. એટલે કે, તેમણે પહેલી વખત 150 રનનો સ્કોર બનાવ્યો હતો.

 

 

 

વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિગ્સ દરમિયાન સંયુક્ત અરબ અમીરાતના દરેક બોલર વિરુદ્ધ પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હતુ. તેની આ ઈનિગ્સમાં 9 ચોગ્ગા અને 14 સિક્સ સામેલ છે જે એક વર્લ્ડ રેકોર્ડ પણ છે. આ પહેલા યુથ વનડે મેચમાં કોઈ પણ ખેલાડીએ 10થી વધારે સિક્સ ફટકારી નથી. પરંતુ વૈભવ સૂર્યવંશીએ 14 સિક્સ સાથે આ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. વૈભવ સૂર્યવંશી યૂથ વનડેમાં 150 રન બનાવનાર માત્ર 7મો ભારતીય ખેલાડી પણ બન્યો છે.

UAE સામે શાનદાર બેટિંગ

આ વૈભવ સૂર્યવંશીની UAE સામે પહેલી મોટી ઇનિંગ નથી. તે આ ટીમ સામે સતત મોટા સ્કોર કરે છે. ગયા વર્ષે, અંડર-19 એશિયા કપમાં, વૈભવ સૂર્યવંશીએ UAE સામે અણનમ 76 રનની ઇનિંગ રમી હતી, જેનાથી ટીમને શાનદાર જીત મળી હતી. તેણે તાજેતરમાં રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025માં UAE સામે 144 રન બનાવ્યા હતા.

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો