T20 World Cup Breaking News: ટિમ સાઈફર્ટના તોફાનમાં ઉડ્યું ‘અફઘાનિસ્તાન’, ‘સ્પિન મેજિક’ પર ભારે પડ્યો કિવીઓનો અનુભવ

T20 વર્લ્ડ કપ 2026 નો રોમાંચ હાલ ચરમસીમા પર છે. આજે ગ્રુપ-ડીના એક અત્યંત મહત્વપૂર્ણ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો સામસામે હતી.

T20 World Cup Breaking News: ટિમ સાઈફર્ટના તોફાનમાં ઉડ્યું અફઘાનિસ્તાન, સ્પિન મેજિક પર ભારે પડ્યો કિવીઓનો અનુભવ
Image Credit source: Cricinfo
| Updated on: Feb 08, 2026 | 2:52 PM

ચેન્નાઈની ટર્નિંગ પિચ પર ટોસ જીતીને અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને પહેલા બેટિંગ કરવાનો સાહસી નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 182/6 રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો.

ગુલબદ્દીન નાયબે અફઘાનિસ્તાનની લાજ રાખી

ઈનિંગનો સ્ટાર ગુલબદ્દીન નાયબ રહ્યો હતો, જેણે ન્યૂઝીલેન્ડના બોલરોની બરાબરની ખબર લેતા શાનદાર 63 રન (35 બોલ) ફટકાર્યા હતા. સિદિકુલ્લાહ અટલ (29) અને રહેમાનુલ્લા ગુરબાઝે (27) પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. કિવી ટીમ તરફથી લોકી ફર્ગ્યુસન સૌથી સફળ રહ્યો હતો, જેણે શરૂઆતી ઝટકા આપીને અફઘાન ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી.

સાઈફર્ટે કિવી ટીમની ઇનિંગ સંભાળી

183 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી. મુજીબ ઉર રહેમાને પોતાની એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને કીવી ટીમમાં ખળભળાટ મચાવી દીધો હતો. જો કે, ટિમ સાઈફર્ટે શાનદાર અડધી સદી ફટકારીને ઈનિંગને સંભાળી હતી અને ન્યૂઝીલેન્ડને મેચમાં જીવંત રાખ્યું હતું.

ખાસ વાત એ છે કે, અફઘાન તરફથી મુજીબનો જાદુઈ સ્પેલ પણ એળે ગયો હતો. તેણે ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડરને વેરવિખેર કરીને પોતાની ટીમ માટે જીતની આશા જગાવી હતી પરંતુ સાઈફર્ટે પોતાની આક્રમક બેટિંગથી જીત છીનવી લીધી. સાઈફર્ટના આઉટ થયા બાદ મિશેલે અને સાંતનેરે ન્યૂઝીલેન્ડની જીત સુનિશ્ચિત કરી હતી.

610 દિવસ બાદ બદલો લઈ લીધો

ટૂંકમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ લડાયક પ્રદર્શન કર્યું અને 183 રનનો લક્ષ્યાંક 13 બોલ બાકી રહેતાં હાંસલ કર્યો. આ સાથે જ ન્યૂઝીલેન્ડે 610 દિવસની રાહ જોયા બાદ વર્ષ 2024 ના વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો.

આ પણ વાંચો: T20 World Cup Breaking News: સૌથી ‘મોટો રેકોર્ડ’ હવે ભારતના નામે… વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું

Published On - 2:37 pm, Sun, 8 February 26