
Tilak Varma Surgery : ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ટી20 સીરિઝ અને ત્યારબાદ ટી20 વર્લ્ડકપને લઈ ટીમ ઈન્ડિયા સામે એક મુસીબત આવી છે. ટીમ ઈન્ડિયાની સામે આ મુસીબત સ્ટાર બેટ્સમેન તિલક વર્માના રુપે આવી છે. કારણ કે, તિલક વર્માની અચાનક સર્જરી કરવામાં આવી છે. તિલક વર્મા વિજય હજારે ટ્રોફીની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ટૂર્નામેન્ટમાં હૈદરાબાદની કેપ્ટશીપ કરી રહેલા આ ખેલાડીને અચાનક સર્જરી કરાવવી પડે છે. હવે ટી20 વર્લ્ડકપમાં રમવા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
તિલક વર્માને વિજય હજારે ટ્રોફીમાં બંગાળ વિરુદ્ધ રમાય રહેલી મેચ દરમિયાન ટેસ્ટિકુલર પેન થયું હતુ. ત્યારબાદ તરત જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સેક્નમાં ટેસ્ટિકુલર ટેર્શન જાણ થઈ,જેના કારણે તેનું ઓપરેશન કરવું પડ્યું છે. તિલક વર્માનું ઓપરેશન તો સફળ રહ્યું છે પરંતુ ત્યારબાદ તેની સામે અનેક સવાલો ઉભા થયા છે કે, શું તે ક્યારે મેદાનમાં વાપસી કરશે.
ટીમ ઈન્ડિયાને આ મહિને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 રમવાની છે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપના મહા સંગ્રામમાં ઉતરવાનું છે. તિલક વર્મા હાલમાં આ બંન્ને ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાનો માત્ર ભાગ જ નથી પરંતુ તે પ્લેઈંગ ઈલેવનનો મજબુત સ્તંભ પણ છે. સર્જરી પછી હવે તિલક વર્માના રમવા પર સસ્પેન્સ છે. આ સસ્પેન્સનું કારણ એ છે કે, કારણ કે, અત્યારસુધી મેદાન પર પરત ફરવાને લઈ અધિકારિક રીતે કાંઈ સામે આવ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, 3 થી 4 અઠવાડિયા સુધી બહાર રહી શકે છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં તિલક વર્મા શાનદાર ફોર્મમાં છે. તેમણે ભારતને એશિયા કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમજ સાઉથ આફ્રિકા વિરુદ્ધની 5 મેચની ટી20 સીરિઝમાં પણ શાનદાર ફોર્મ દેખાડ્યું હતુ.સીરિઝમાં સૌથી વધુ 187 રન બનાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, તે એક મેડિકલ ઈમરન્સી છે. જેમાં અંડકોશની અંદર લોહીનો પ્રવાહ કરનારી નસોમાં બ્લોકેજમાં વિક્ષેપને કારણે તીવ્ર દુખાવો અને સોજો આવે છે.
Published On - 11:16 am, Thu, 8 January 26