પાકિસ્તાનના પ્રવાસમાં સુરક્ષાને લઇને પહેલીવાર ઓસ્ટ્રેલિયાના કોચનું નિવેદન સામે આવ્યું

|

Feb 24, 2022 | 9:46 PM

ઓસ્ટ્રેલિયાએ છેલ્લે પાકિસ્તાનનો પ્રવાસ 1998 માં કર્યો હતો. 24 વર્ષ બાદ કાંગારૂની ટીમ પાકિસ્તાનના પ્રવાસે જઇ રહી છે.

પાકિસ્તાનના પ્રવાસમાં સુરક્ષાને લઇને પહેલીવાર ઓસ્ટ્રેલિયાના કોચનું નિવેદન સામે આવ્યું
Cricket Australia (File Photo)

Follow us on

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ (Australia Cricket) ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે જવા માટે તૈયાર છે. પાકિસ્તાન (Pakistan Cricket) સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ટેસ્ટ, ત્રણ વન-ડે અને એક ટી20 મેચ રમશે. જો કે ઓસ્ટ્રેલિયા ગત વર્ષે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. પણ આ વખતે કાંગારૂ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાન સામેની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત થઇ ગઇ છે.

પાકિસ્તાન સામે લીમીટેડ ઓવરની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ હાજર નહીં રહે. જેમાં દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર, જોસ હેઝલવુડ, પેટ કમિન્સનો સમાવેશ થાય છે. હાલમાં જ જસ્ટિન લેન્ગરના રાજીનામા બાદ એન્ડ્રુ મેકડોનાલ્ડ ઓસ્ટ્રેલિયાના અંતરિમ કોચ બન્યા છે. મેકડોનાલ્ડે પાકિસ્તાનના પ્રવાસ પહેલા જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓમાં સુરક્ષાને લઇને ચિંતા નથી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

પાકિસ્તાનની પાસે સારા બોલિંગના વિકલ્પ છેઃ મેકડોનાલ્ડ

ઓસ્ટ્રેલિયાના કોચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “પાકિસ્તાનના સંદર્ભમાં એ કહેવું મુશ્કેલ છે કે પાકિસ્તાન સંયુક્ત અરબ અમીરાતથી અલગ છે. બધાને ખ્યાલ છે કે પાકિસ્તાનની ટીમ પાસે સારા બોલિંગ વિકલ્પો છે. તેમાંથી એક જેને તમે ઓળખો છે તે શાહીન અફરીદી જે દરરોજ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેની ગતિ બોલને સ્વિંગની સાથે સાથે રિવર્સ સ્વિંગ પણ કરાવી શકે છે.

 


તેણે કાંગીરૂ ટીમના વખાણ કરતા કહ્યું કે, “આજ રીતે અમારી પાસે સારી બોલિંગ અટેક તરીકે મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને કેમરૂન ગ્રીન છે. બંને ટીમોને જોઇએ મને લાગે છે કે આ ટુર્નામેન્ટ ઘણી રોમાંચક રહેશે. મને લાગે છે કે પાકિસ્તાન પોતાની પરિસ્થિતિમાં ભવિષ્યવાણીનું એક તત્વ છે. તમને ખ્યાલ છે કે પાકિસ્તાન લાંબી રમત રમે છે, તે પોતાની પરિસ્થિતિઓથી ઘણી સારી રીતે જાણે છે ત્યારે હરીફાઇની મજા સારી આવે છે.” બંને ટીમો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4 થી 8 માર્ચ દરમ્યાન રમાસે. જ્યારે વન-ડે શ્રેણીની શરૂઆત 29 માર્ચથી થશે.

આ પણ વાંચો : IND vs SL: ઇશાન કિશને લખનૌમાં ગૂમાવ્યુ બેટ, 30 બોલમાં ફટકારી દીધી આક્રમક ફીફટી

આ પણ વાંચો : ધોનીએ જ્યારે ‘ખેલાડી’ સાથે કરી ખાસ મુલાકાત, ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Next Article