The Hundred કે T20! ડ્વેન બ્રાવોના 600 વિકેટના રેકોર્ડ પર શા માટે મૂંઝવણ છે?

|

Aug 13, 2022 | 9:30 AM

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પહેલાથી જ ડ્વેન બ્રાવોના નામે હતો. હવે તેના ખાતામાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. તેણે 600 વિકેટ પૂરી કરી લીધી છે. પરંતુ અહીં એક મૂંઝવણ છે. ડ્વેન બ્રાવોએ હંડ્રેડ ફોર્મેટમાં વિકેટ લઈને આ સિદ્ધિ હાંસલ કરી હોવાથી પ્રશ્ન એ ઊભો થાય છે કે તેને ટી-20 ફોર્મેટનો ભાગ માનવો કે નહીં.

The Hundred કે T20! ડ્વેન બ્રાવોના 600 વિકેટના રેકોર્ડ પર શા માટે મૂંઝવણ છે?
Dwayne Bravo (PC: Fan Code)

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket)ના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. ડ્વેન બ્રાવોએ ટી20 ક્રિકેટ ફોર્મેટમાં 600 વિકેટ ઝડપી છે. દરેક જણ તેને અભિનંદન આપી રહ્યા છે તો સાથે જ ડ્વેન બ્રાવોએ પણ તેની 600મી વિકેટની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી છે. પરંતુ આ મહાન રેકોર્ડ પર એક સવાલ પણ ઉઠી રહ્યો છે, તે શું છે, જાણો…

ડ્વેન બ્રાવો હાલમાં ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ‘ધ હન્ડ્રેડ’માં ભાગ લઈ રહ્યો છે, જ્યાં એનએસ-ચાર્જર્સ અને ઈન્વિન્સીબલ્સ સ્પર્ધામાં હતા, જેમાં ડ્વેન બ્રાવોએ આ રેકોર્ડ બનાવ્યો છે. N S-Chargers તરફથી રમતા ડ્વેન બ્રાવોએ 20માં બોલ પર રિલે રોસોને આઉટ કર્યો. જે તેની 599મી વિકેટ હતી. ત્યારબાદ ઈનિંગ્સના 89માં બોલ પર તેણે સેમ કુરનને આઉટ કરીને તેની 600મી વિકેટ લીધી. આંકડાઓ અનુસાર ડ્વેન બ્રાવોએ 516મી ઈનિંગ્સમાં આ કારનામું કર્યું છે. પરંતુ અહીં એક મૂંઝવણ ઉભી થઈ છે. જેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાસ્તવમાં ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ બે વિકેટ લઈને તેની 600 વિકેટ પૂરી કરી છે. જે તેણે ધ હન્ડ્રેડ ફોર્મેટમાં કરી છે. એટલે કે આ T20 ક્રિકેટ નહીં, પરંતુ 100 બોલનું ક્રિકેટ છે. આવી સ્થિતિમાં આ રેકોર્ડને ટી-20 ફોર્મેટ સાથે જોડવો કેટલો યોગ્ય છે તે અંગે ચર્ચા ચાલી રહી છે.

 

ધ હન્ડ્રેડ (The Hundred) પણ ટી20 ક્રિકેટ (T20 Cricket)ની તર્જ પર શરૂ થયેલું ફોર્મેટ છે. પરંતુ તે સંપૂર્ણપણે અલગ છે. આવી સ્થિતિમાં જો ટી-20 ક્રિકેટમાં પણ આ ફોર્મેટના રેકોર્ડ જોડવામાં આવે તો એક અલગ જ સમસ્યા ઊભી થશે. આ જ કારણ છે કે ચાહકો પણ ડ્વેન બ્રાવોના આ રેકોર્ડ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ટી20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ

1) ડ્વેન બ્રાવોઃ 600 વિકેટ
2) રાશિદ ખાનઃ 466 વિકેટ
3) સુનીલ નરેનઃ 457 વિકેટ

Next Article