T20 વિશ્વકપના આયોજનને લઇ આગામી 28 જૂને લેવાશે નિર્ણય, ICC એ BCCI ની વાત સ્વીકારી

|

Jun 02, 2021 | 7:07 AM

ભારતમાં આયોજીત થનારા T20 વિશ્વકપ (World Cup)ને લઇને BCCI એ થોડા વધુ સમયની માંગ ICC બેઠક દરમ્યાન કરવામાં આવી હતી. જેના પર ICC ની બોર્ડ મીટીંગ દરમ્યાન આગામી 28 જૂન સુધીનો સમય BCCI ને આપવામાં આવ્યો છે.

T20 વિશ્વકપના આયોજનને લઇ આગામી 28 જૂને લેવાશે નિર્ણય, ICC એ BCCI ની વાત સ્વીકારી
T20 World Cup Trophy-Sourav Ganguly-Jay Shah

Follow us on

ભારતમાં આયોજીત થનારા T20 વિશ્વકપ (World Cup)ને લઇને BCCI એ થોડા વધુ સમયની માંગ ICC બેઠક દરમ્યાન કરવામાં આવી હતી. જેના પર ICC ની બોર્ડ મીટીંગ દરમ્યાન આગામી 28 જૂન સુધીનો સમય BCCI ને આપવામાં આવ્યો છે. કોરોના (Corona) ની સ્થિતીનો માહોલ હળવો થઇ રહ્યો છે, આમ BCCI દ્રારા ICC બોર્ડ મીટીંગમાં ટૂર્નામેન્ટ બહાર ખસેડવાના નિર્ણયને લેવા માટે સમય માંગવામાં આવ્યો હતો.

ગત 29 જૂને બીસીસીઆઇ ની SGM મળી હતી જેમાં, નિર્ણય લેવાયો હતો કે, ICC સામે થોડાક સપ્તાહનો સમય માંગવામાં આવે. જે મુજબ બીસીસીઆઇ ના અધિકારીઓેએ મંગળવારે ICC ને મળેલી બેઠકમાં રજૂઆત કરી હતી. T20 વિશ્વકપ આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર છે. જોકે કોરોનાને લઇને તેની પર સંકટ તોળાયુ છે. બીસીસીઆઇ ભારતીય મેદાનો પર જ વિશ્વકપ યોજાય તેવા પ્રયાસમાં હોવાને લઇને વધુ સમયની માંગ કરી હતી.

સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ICC ની બોર્ડ મીટીંગ હોવાને લઇને એક દીવસ બાદ UAE રવાના થનાર છે. આ પહેલા સેક્રેટરી જય શાહ (Jay Shah), ઉપાધ્યક્ષ રાજીવ શુકલા અને IPL ગવર્નિંગ કાઉન્સીલના ચેરમેન સહિત અધિકારીઓ UAE સોમવારે પહોંચી ચુક્યા છે. IPL ઉપરાંત બેકઅપ પ્લાન માટે પણ અમિરાત ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરશે એમ મનાય છે. બીસીસીઆઇ ને હવે એક માસ જેટલો સમય T20 વિશ્વકપના આયોજન ને લઇને વિચારવા માટે મળ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આગામી મીટીંગમાં પ્લાન સાથે હાજર રહેવુ પડશે

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આ દરમ્યાન દેશમાં કોરોના ની સ્થિતીને લઇને નિરીક્ષણ કરશે. ત્યારબાદ તે વિશ્વકપને સુરક્ષીત રીતે યોજવા માટે નો પ્લાન ઘડશે. મીડિયા રિપોર્ટનુસાર આઇસીસી ના સુત્ર મુજબ, ICC એ મુદત બાદ આગળની મીટીંગમાં બીસીસીઆઇ એ પુરા પ્લાન સાથે ઉપસ્થિત રહેવા માટે જણાવ્યુ છે.

T20 વિશ્વકપ હોસ્ટ BCCI જ રહેશે

ICC એ આપેલી જાણકારી મુજબ બીસીસીઆઇ બહારની સ્થિતીમાં પણ ટુર્નામેન્ટના હોસ્ટની જવાબદારી નિભાવશે. એટલે કે ભારત બહાર T20 વિશ્વકપ બીસીસીઆઇ ના આયોજન હેઠળ જ યોજવામા આવશે. ICC એ સાથે જ મીડલ ઇસ્ટ સહીત UAE માં ટુર્નામેન્ટ યોજવા માટે પણ ફોકસ કરવા માટે કહ્યુ છે.

Next Article