આઠ વર્ષની બાળકીના કેન્સરની સારવારનો ખર્ચ પૂરો પાડવા, આ ક્રિકેટરે WTC Final માં પહેરેલી ટીશર્ટની કરી હરાજી

|

Jun 30, 2021 | 7:30 AM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) માં પહેરેલી ટી શર્ટ ઉપર ટીમના તમામ ખેલાડીઓએ સહી કરી છે. આ હરાજીથી એકઠી થનારી તમામ રકમ કેન્સરગ્રસ્ત બાળકીને સારવાર માટે આપવામાં આવશે.

આઠ વર્ષની બાળકીના કેન્સરની સારવારનો ખર્ચ પૂરો પાડવા, આ ક્રિકેટરે WTC Final માં પહેરેલી ટીશર્ટની કરી હરાજી
India vs New Zealand

Follow us on

કોરોના (Corona) મહામારી દરમ્યાન અનેક ખેલાડીઓ મદદ માટે આગળ આવ્યા હતા. કોઇએ દવા તો, કોઇએ ઓક્સીજન માટેની મદદનો હાથ લંબાવ્યો હતો. ન્યુઝીલેન્ડ (New Zealand) ના ઝડપી બોલર ટિમ સાઉથી (Tim Southee) આવા જ એક ભલાઇના કામ માટે આગળ આવ્યો છે. 8 વર્ષની માસૂમ બાળકીની સારવાર માટે તેણે પૈસા એકઠા કરવા માટેનો નિર્ણય કર્યો. આ માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલમાં પહેરેલી પોતાની જર્સીને લીલામ કરવા રાખી દીધી.

ટિમ સાઉથી એ ફાઇનલ મેચમાં મેદાને ઉતરતી વેળા પહેરેલી જર્સીનુ ઓકશન કરી રહ્યો છે. જે જર્સી પર ટીમના તમામ ખેલાડીઓની સાઇન છે. ટિમ સાઉથીની આ જર્સી દ્વારા જે આવક ઉભી થશે તેમાંથી 8 વર્ષની બાળકીના કેન્સર માટે ખર્ચ કરશે. હોલી બેટ્ટી નામની 8 વર્ષીય બાળકી ને ઇમ્યુન સિસ્ટમ પ્રભાવિત કરનાર એડ્રિનલ ગ્લેન્ડ નુ કેન્સર થયુ છે. એટલે કે ન્યૂરોબ્લાસ્ટોમાં ની બીમારી થી સંઘર્ષ કરી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હોલી બેટ્ટી (Hollie Beattie) ની સારવાર હાલમાં સ્પેનમાં ચાલી રહી છે. તેને આ ગંભીર કેન્સરનુ નિદાન 2018માં થયુ હતુ. તેની સારવાર શરુઆત થી જ ચાલી રહી છે. જોકે તે બીમારી થી હજુ સ્વસ્થ થઇ શકી નથી. સાઉથી એ કહ્યુ હતુ કે, તેને બે વર્ષ અગાઉ જ આ અંગેની જાણકારી મળી ગઇ હતી. ત્યારથી તે હોલી બેટ્ટીને મદદ કરવા માટે લાગી ચુક્યો હતો.

સાઉથી એ ભાવનાત્મક વાત લખી ઓકશન કરી જર્સી

32 વર્ષીય ટિમ સાઉથીએ માસૂમ બાળકીને મદદ કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્રારા જર્સીના ઓકશનની જાણકારી આપી છે. તેણે ઇન્સ્ટા પર લખ્યુ હતુ કે, હેલો દોસ્તો, હું આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ દરમ્યાન પહેરેલી પોતાની જર્સીને લીલામ કરી રહ્યો છું. આ પગલુ હોલીની મદદ માટે ઉઠાવી રહ્યો છુ. ઓકશન દ્વારા આવનારા જે પણ રકમ હશે તે બેટ્ટીના પરવાર ને પહોંચાડશે. મારા પરીવારને બે વર્ષ પહેલા ક્રિકેટ કોમ્યુનીટી દ્વારા હોલીની કહાની અંગે જાણ થઇ.

ત્યાર થી જ હું હોલીના પરીવારને હિંમત, સકારાત્મકતા અને દૃઢતા માટે આગળ છુ. જ્યાર થી મેં સાંભળ્યુ હતુ કે, હોલી ને આગળની સારવાર માટેની જરુર છે, ત્યાર થી હું તેની મદદ કરવા કોશિષ કરુ છુ. મને આશા છે કે, આ જર્સીથી બેટ્ટીના પરીવારને સારવાર માટે કંઇકના કંઇક મદદ મળી રહેશે. એક પિતા હોવાને નાતે તેમની લડાઇને જોઇને મારુ દિલ ભરાઇ આવે છે. કોઇ પણ રીતે બોલેલી નાના મોટી બોલી ખૂબ કામ આવશે.

‘WTC ફાઇનલમાં 4 વિકેટ ઝડપી

સાઉથમ્પટનમાં રમાયેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચમાં વરસાદ વિલન બન્યો હતો. પ્રથમ દિવસની રમત સંપૂર્ણ ધોવાઇ ગઇ હતી. વાતાવરણ અને માહોલનો પૂરો લાભ ઉઠાવતી બોલીંગ ન્યુઝીલેન્ડના બોલરો એ કરી હતી. ટિમ સાઉથીએ મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. તેમજ બેટીંગ કરવા દરમ્યાન તેણે 30 રન કર્યા હતા. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હાર સહી હતી.

Published On - 7:20 am, Wed, 30 June 21

Next Article