“મારા પર વિશ્વાસ કરવા બદલ ધન્યવાદ”, કોલકાતા ટીમે ખરીદ્યા બાદ રહાણેએ આપી પ્રતિક્રિયા

|

Feb 13, 2022 | 7:07 PM

આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે અજિંક્ય રહાણેને 1 કરોડની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો છે.

મારા પર વિશ્વાસ કરવા બદલ ધન્યવાદ, કોલકાતા ટીમે ખરીદ્યા બાદ રહાણેએ આપી પ્રતિક્રિયા
Ajinkya Rahane IPL 2022

Follow us on

ભારતીય ટીમના અનુભવી અને આઈપીએલમાં ઘણા સમયથી રમનાર ક્રિકેટર અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને આઈપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માં એક નવી ટીમ મળી ગઇ છે. હવે આ ખેલાડી આવનારી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ટીમનો ભાગ રહેશે. કોલકાતાએ રહાણે જેવા અનુભવી ખેલાડી પર વિશ્વાસ મુકી અને હાલના ખરાબ પ્રદર્શનને નજર અંદાજ કરીને મને ટીમ સાથે જોડ્યો. કોલકાતાએ તેને ખરીદ્યા બાદ રહાણેએ આપી પ્રતિક્રિયા.

અજિંક્ય રહાણેએ મેગા ઓક્શનમાં 1 કરોડમાં બેઝ પ્રાઇઝની સાથે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતું. તેના માટે આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં કોલકાતા ટીમ તરફથી એક માત્ર બોલી લગાવવામાં આવી હતી. આમ તેને તેની બેઝ પ્રાઇઝમાં જ ખરીદવામાં આવ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કોલકાતા ટીમનો ભાગ બનશે રહાણે
ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણે કોલકાતામાં જોડાતા ઉત્સાહિત છે. તેને એક વીડિયો શેર કરી પોતાની ઉત્સુકતા જાહેર કરી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે ટ્વીટર પર અજિંક્ય રહાણેનો વીડિયો શેર કર્યો હતો.

રહાણેએ કહ્યું કે, “હું કોલકાતા પરિવાર સાથે જોડાવા માટે ખરેખર ખુશ અને ઉત્સાહિત છું. મારા પર વિશ્વાસ કરવા બદલ ખુબ-ખુભ ધન્યવાદ. મને ખ્યાલ છે છેલ્લી કેટલીક સિઝનથી ખરેખર ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે અને મને વિશ્વાસ છે કે અમે એક ટીમની રીતે આ સિઝનમાં પણ સારૂ પ્રદર્શન કરીશું. સાથે જ હું ગેલેક્સી ઓફ નાઇટ્સમાં જોડાવા બદલ ખરેખર ઉત્સાહિત છું.”

તમને જણાવી દઇએ કે અજિંક્ય રહાણે આઈપીએલમાં ઘણી સિઝનથી રમી રહ્યો છે અને તેની પાસે કેપ્ટનશિપ કરવાનો પણ અનુભવ છે. એવામાં કોલકાતા નાઇટ રાઇડર્સે રહાણેના રૂપમાં એક માર્ગદર્શનક પણ મળ્યો છે. જે યુવા ખેલાડીઓને મદદ કરી શકે છે.

આ પણ વાંચો : IPL 2022 Auction માં ભાવનગરનો ચેતન સાકરીયા 4.20 કરોડમાં વેચાયો, પરિવારજનોમાં ખુશાલીનો માહોલ

આ પણ વાંચો : Yash Dayal, IPL 2022 Auction: મુંબઇ એ પરખવામાં થાપ ખાધી અને ગુજરાત ટાઇટન્સે ઝડપી બોલર યશ દયાળને 3.20 કરોડમાં ખરીદી લીધો, જાણો કોણ છે

Next Article