T20 World Cup 2026 Schedule : T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે

ક્રિકેટ ચાહકોને જેની લાંબા સમયથી રાહ હતી. તે હવે પૂર્ણ થઈ છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ફેબ્રુઆરીના રોજ યુએસએ વિરુદ્ધ રમાશે. તો ચાલો જોઈએ ભારતનું T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ

T20 World Cup 2026 Schedule : T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે
| Updated on: Nov 26, 2025 | 1:45 PM

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ના શેડ્યૂલની જાહેરાત થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટની શરુઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે. જે 8 માર્ચ સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. ઈટલી કોઈ પણ ક્રિકેટ વર્લ્ડકપમાં પહેલી વખત એન્ટ્રી કરશે. ટી20 વર્લ્ડકપના શેડ્યૂલની જાહેરાત 25 નવેમ્બર બુધવારના રોજ થઈ છે.

ટી20 વર્લ્ડકપ કુલ 8 વેન્યુ પર રમાશે

આ સાથે રોહિત શર્માને પણ ટી20 વર્લ્ડકપમાં એક મોટી જવાબદારી મળી છે. અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ટૂર્નામેન્ટનો ઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપનું આયોજન ભારત અને શ્રીલંકા બંન્ને સાથે કરશે. આ મેગા ઈવેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલશે. તેમજ આ ઈવેન્ટ કુલ 8 વેન્યુ પર રમાશે. જેમાં ભારતના મુંબઈ,દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નાઈ સામેલ છે. જ્યારે શ્રીલંકામાં કોલંબોના 2 અને કૈંડીના એક વેન્યુ પર મેચ રમાશે.

 

 

 

 

ભારતનું T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ

ભારત વિરુદ્ધ યુએસએ, 7 ફેબ્રુઆરી, મુંબઈ

ભારત વિરુદ્ધ નામિબિયા, 12 ફેબ્રુઆરી, દિલ્હી

ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 15 ફેબ્રુઆરી, કોલંબો

ભારત વિરુદ્ધ નેધરલેન્ડ, 18 ફેબ્રુઆરી, અમદાવાદ

 

 

 

 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

આઈસીસી મુજબ આ વખતે પણ ટૂર્નામેન્ટનું ફોર્મેટ 2024 જેવું જ છે. જેમાં 20 ટીમોને 5 ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોપ પર રહેનારી ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. જ્યાંથી 4 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. જો પાકિસ્તાનની ટીમ નોકઆઉટમાં પહોંચે છે તો એક સેમિફાઈનલ અને ફાઈનલ મેચ કોલંબોમાં રમાશે. જો પાકિસ્તાન નોકઆઉટમાં પહોંચશે નહી તો ફાઈનલ મેચ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો