
ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી પરંતુ ઉત્સાહ, જોશ છે. એટલા માટે ક્રિકેટની ફેન-ફોલોઈંગ કરોડોમાં છે. મેચ જોવાની સાથે લોકોને મેચ રમવી પણ ગમે છે. કેટલાક એવા લોકો એવા છે. જે આ ક્ષેત્રમાં જ પોતાનું કરિયર બનાવવા માંગે છે પરંતુ ક્રિકેટમાં કરિયર બનાવવાનો મતલબ માત્ર ખેલાડી બનવું નથી. તમે અમ્પાયર પણ બની શકો છો.જો તમને ક્રિકેટ વિશે સારી જાણકારી છે. તમે ક્રિકેટના તમામ નિયમો સારી રીતે જાણો છો. તો તમે અમ્પાયરિંગ પણ કરી શકો છો. બીસીસીઆઈ અને આઈસીસી જેવા મોટા બોર્ડના અમ્પાયર પણ બની લાખો રુપિયાની કમાણી કરી શકો છો.
ક્રિકેટ અમ્પાયર બનવા માટે સૌથી પહેલા ક્રિકેટ સાથે જોડાયેલા તમામ નિયમો વિશે જાણકારી હોવી જોઈએ. આ સાથે નિર્ણય લેવાની ક્ષમતા, બોલવાની રીત તેમજ ફિઝિકલ ફીટ હોવું પણ ખુબ જરુરી છે. ત્યારબાદ તમારે રાજ્ય ક્રિકેટ સંધની સભ્યતા લેવી પડશે. રાજ્ય ક્રિકેટ સંધ દ્વારા આયોજિત મેચમાં અમ્પાયરિંગની શરુઆત કરવી પડશે. ત્યારબાદ સંધ તમને એથોરાઈઝ કરશે.
સ્ટેટ લેવલ પર 3 વર્ષ સુધી અમ્પારિંગ કરવાનો અનુભવ ત્યારબાદ બીસીસીઆઈ લેવલ 1 પરીક્ષા માટે આવેદન કરો આ પરીક્ષા પાસ કરો. અમ્પાયર બનવા માટે તમારે લેવલ-1ની પરીક્ષા પાસ કરવી પડશે. આ પેપર દર વર્ષે બીસીસીઆઈ દ્વારા આયોજિત કરવામાં આવે છે. પેપર પહેલા કોચિંગ ક્લાસનું આયોજન કરે છે.પરીક્ષા બાદ ઉમેદવારની પસંદગી મેરીટના આધારે કરવામાં આવે છે.
જે ઉમેદવારની પસંદગી થાય છે. તો તેને એક ઈંડક્શન કોર્સ આપવામાં આવે છે.જેમાં અમ્પાયરિંગ વિશે જણાવવામાં આવે છે. ત્યારબાદ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવે છે. જે આને પાસ કરે છે. તે લેવલ-2ની પરીક્ષામાં સામેલ થાય છે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ બાદ તેને બીસીસીઆઈ અમ્પાયર બનાવવામાં આવે છે. અમ્પાયરના નિર્ણ પર કોઈ પણ ટીમની હાર-જીત નક્કી થાય છે.
ભારતમાં અમ્પાયરની ટ્રેનિંગ બેંગ્લુરુમાં સ્થિત અમ્પાયર એકેડમીમાં થાય છે.
જો અમ્પાયરના પગારની વાત કરવામાં આવે તો ઈન્ટરનેશનલ લેવલ પર અમ્પાયરનો પગાર ખુબ વધારે હોય છે. આઈસીસીની મેચ માટે અમ્પાયરની ફી 2 થી 3 લાખ સુધીની હોય છે. જો ડોમેસ્ટ્રીક ક્રિકેટની વાત કરીએ તો. દરેક મેચની ફી 40 થી 50 હજારની હોય છે.