T20 વર્લ્ડ કપમાં ગલી ક્રિકેટ જેવી સ્થિતિ, ચાલુ મેચમાં બોલ જ ખોવાઈ ગયો, જુઓ Video

|

Jun 06, 2024 | 7:48 PM

T20 વર્લ્ડ કપ 2024માં ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ઓમાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. મેચ દરમિયાન 10મી ઓવરમાં ઓમાનના બેટ્સમેન અયાન ખાને બાઉન્ડ્રી ફટકારી. જે બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડી બોલ ફરી લેવા ગયો તો બોલ જ ગાયબ થઈ ગયો, જેના કારણે મેચ રોકવી પડી હતી અને વર્લ્ડ કપમાં ગલી ક્રિકેટ જેવો માહોલ સર્જાયો હતો.

T20 વર્લ્ડ કપમાં ગલી ક્રિકેટ જેવી સ્થિતિ, ચાલુ મેચમાં બોલ જ ખોવાઈ ગયો, જુઓ Video
Australia vs Oman

Follow us on

T20 વર્લ્ડ કપ 2024ની 10મી મેચ ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં આયોજિત આ મેચમાં એક વિચિત્ર ઘટના જોવા મળી, જે સામાન્ય રીતે ગલી ક્રિકેટમાં જોવા મળે છે. ગલી ક્રિકેટ રમતી વખતે બોલ ઘણીવાર ક્યાંક ખોવાઈ જાય છે અને તેને શોધવા માટે ખેલાડીઓને ઘણી મહેનત કરવી પડે છે. જેના કારણે મેચ પણ અટકી જાય છે. ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ઓસ્ટ્રેલિયાએ તેને 39 રને જીતી હોવા છતાં મેચ દરમિયાન તેના ખેલાડીઓએ ગલી ક્રિકેટની જેમ બોલની શોધ કરવી પડી હતી. જેના કારણે મેચ પણ રોકવી પડી હતી.

એડમ ઝમ્પા બોલને શોધતો રહ્યો

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ઓમાનને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેનો પીછો કરવા આવેલી ઓમાનની ટીમે 34 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અયાન ખાન બેટિંગ કરવા આવ્યો અને ખાલિદ કૈલ સાથે ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે 9મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જો કે નાથન એલિસે સારો બોલ નાખ્યો હતો પરંતુ કિનારે માર્યા બાદ બોલ સ્લિપમાંથી સરકી ગયો હતો અને બાઉન્ડ્રીની નજીકના જાહેરાત બોર્ડમાં પ્રવેશી ગયો હતો. પાછળ ફિલ્ડિંગ કરી રહેલો એડમ ઝમ્પા બોલ લાવવા ગયો હતો પરંતુ તેને મળ્યો નહોતો. જેના કારણે મેચ પણ રોકવી પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

બોલ મળ્યો અને મેચ ફરી શરૂ થઈ

થોડા સમય સુધી બોલ ન મળ્યો ત્યારે ગલી ક્રિકેટ જેવો માહોલ જોઈને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બોલની રાહ જોતી વખતે નાથન એલિસ ચિંતિત થઈ ગયો. વિકેટકીપર મેથ્યુ વેડે ઝમ્પાને મુશ્કેલીમાં જોયો અને તેની મદદ કરવા ગયો. જો કે, તે બાઉન્ડ્રી પર પહોંચતા જ ઝમ્પાને બોલ મળી ગયો અને મેચ ફરી શરૂ થઈ ગઈ.

મેક્સવેલ-હેડ ફ્લોપ, સ્ટોઈનિસ-વોર્નરની મજબૂત બેટિંગ

ગ્લેન મેક્સવેલ અને ટ્રેવિસ હેડનું ખરાબ ફોર્મ T20 વર્લ્ડ કપમાં પણ ચાલુ રહ્યું હતું. બંને ખરાબ રીતે નિષ્ફળ ગયા. હેડ માત્ર 12 રન બનાવી શક્યો હતો, જ્યારે મેક્સવેલ 0 પર રહ્યો હતો. IPLમાં સારું પ્રદર્શન ન કરી શકનાર ડેવિડ વોર્નરે મુશ્કેલ પીચ પર 51 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય માર્કસ સ્ટોઈનિસે 36 બોલમાં 67 રનની તોફાની ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને 164 સુધી પહોંચાડ્યું હતું અને બોલિંગમાં પણ તેણે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : IND vs PAK : ‘અમે શિકાર કરીશું’… ભારત-પાકિસ્તાન મેચ પર હાર્દિક પંડ્યાએ ખુલ્લેઆમ કરી મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article