
ટી20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. છેલ્લો T20 વર્લ્ડ કપ યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયો હતો, જ્યાં ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટાઇટલ જીત્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટાઈટલ ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેનો સામનો પાકિસ્તાન સાથે થઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સસિલ દ્વારા આ ટૂર્નામેન્ટના શેડ્યૂલની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મંગળવાર 25 નવેમ્બરના રોજ ટી20 વર્લ્ડકપ 2026ના શેડ્યુલની જાહેરાત કરશે. આ જાહેરાત મંગળવારના રોજ થશે. રિપોર્ટ મુજબ આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાન, અમેરિકા, નેધરલેન્ડ અને નામીબિયાની સાથે ગ્રુપમાં રાખવામાં આવી છે. આ દરમિયાન તેનો સામનો પાકિસ્તાન સામે 15 ફેબ્રુઆરીના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં થઈ શકે છે. આ સિવાય ટીમ ઈન્ડિયા બાકીની તમામ મેચ ભારતમાં જ રમશે.
ટી20 વર્લ્ડકપ 2026ની શરુઆત 7 ફેબ્રુઆરીના રોજ થવાની આશા છે જે 8 માર્ચ સુધી રમાશે. આ દરમિયાન પાકિસ્તાન પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે. મેજબાન ભારત અને શ્રીલંકા સિવાય ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 18 ટીમમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ,ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, સંયુક્ત રાજ્ય અમેરિકા,વેસ્ટઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આયરલેન્ડ,કેનેડા, ઈટલી, નેધરલેન્ડ,નામીબિયા, ઝિમ્બાબ્વે,નેપાળ , ઓમાન અને યુએઈ છે.
રિપોર્ટ મુજબ ભારત પોતાની પહેલી ગ્રુપ મેચ ટી20 વર્લ્ડકપના પહેલા દિવસે 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં અમેરિકા વિરુદ્ધ રમશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં તેની ટકકર નામીબિયા સાથે થશે. ત્યારબાદ પાકિસ્તાન સાથે 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નેધરલેન્ડ વિરુદ્ધ આ તેની છેલ્લી ગ્રુપ મેચ રમશે. ગ્રુપ સ્ટેજ બાદ 8 બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. જેમણે 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ત્યારબાદ બંન્ને ગ્રુપમાંથી 2-2 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે અને ત્યારબાદ ફાઈનલ મેચ રમશે.