T20 Word Cup 2022 આડે રહ્યા ગણતરીના દિવસો, જાણો એવા વિક્રમો કે જેને તોડવા મુશ્કેલ

|

Sep 26, 2022 | 11:09 AM

ટી20 વિશ્વકપ (T20 Word Cup 2022) પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે વ્હાઈટ બોલ શ્રેણી રમાશે. ટી20 વિશ્વકપને લઈ ખેલાડીઓથી લઈ ક્રિકેટના ચાહકો રાહ જોઈ રહ્યા છે અને તેને આડેના દીવસો હવે ગણાઈ રહ્યા છે.

T20 Word Cup 2022 આડે રહ્યા ગણતરીના દિવસો, જાણો એવા વિક્રમો કે જેને તોડવા મુશ્કેલ
Virat Kohli સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ નોંધાવી ચુક્યો છે

Follow us on

આગામી 16 ઓક્ટોબર થી ઓસ્ટ્રેલિયામાં આયોજીત ટી20 વિશ્વકપ (T20 Word Cup 2022) નો રોમાંચ શરુ થશે. જોકે અસલી રોમાંચ 22 ઓક્ટોબરથી શરુ થશે, કારણ કે આ સાથે જ સુપર-12 મેચોનો તબક્કો શરુ થશે. હિસ્સો લેનારી ટીમો ભરપૂર તૈયારીઓ કરી રહી છે. હાલમાં ટ્રોફી માટે દાવેદાર દેશોની ટીમો ટી20 ક્રિકેટ સિરીઝ વ્યસ્ત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચેની ટી20 શ્રેણી રવિવારે જ સમાપ્ત થઈ છે. ભારતે આ શ્રેણી જીતી લીધી છે. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે વ્હાઈટ બોલ શ્રેણી રમાશે. હાલમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ ટી20 શ્રેણીમાં વ્યસ્ત છે. ટી20 વિશ્વકપને લઈ ખેલાડીઓથી લઈ ક્રિકેટના ચાહકો રાહ જોઈ રહ્યા છે અને તેને આડેના દીવસો હવે ગણાઈ રહ્યા છે.

ટી20 વિશ્વકપનુ આઠમું સંસ્કરણ છે. આ પહેલા 7 ટી20 વિશ્વકપ રમાઈ ચૂક્યા છે. આ 7 વિશ્વકપ દરમિયાન ખેલાડીઓ અને તેમાં હિસ્સો લેનારી ટીમોએ અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. કેટલાક એવા રેકોર્ડ પણ છે જેને તોડવા ખૂબ જ મૂશ્કેલ છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આવા જ કેટલાક રેકોર્ડ પર નજર કરીશુ.

સિઝનમાં સૌથી વધુ રનઃ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મામલામાં સૌથી આગળ છે. તેના નામે વિશ્વકપની એક સિઝનમાં સૌથી વધુ રન એટલે કે 319 રન નોંધાયેલા છે. તેણે 2014 માં માત્ર 6 મેચોમાં આ રન નોંધાવ્યા હતા.

સૌથી વધુ રન નોંધાવનાર બેટ્સમેનઃ ટી20 વિશ્વકપમાં ઓવર ઓલ સૌથી વધુ રન નોંધાવવાનો વિક્રમ માહેલાજયવર્ધનેના નામે છે. તેણે કુલ 31 મેચ ટી20 વિશ્વકપમાં રમી છે. આ દરમિયાન તેણે 1016 રન એક સદી અને 6 અડધી સદીની મદદથી નોંધાવ્યા હતા. ક્રિસ ગેઈલ 965 રન સાથે બીજા સ્થાન પર છે. રોહિત શર્મા (847 રન) અને વિરાટ કોહલી (845 રન) ચોથા અને પાંચમાં સ્થાને છે.

સૌથી ઝડપી સદીઃ ટી20 વિશ્વકપમાં સૌથી ઝડપી સદી નોંધાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના તોફાની ક્રિકેટર ક્રિસ ગેઈલના નામે છે. વર્ષ 2016માં ગેઈલે આ કમાલ કર્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામે 48 બોલમાં આ સદી નોંધાવી હતી.

સૌથી વધુ સિક્સરઃ સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ પણ કેરેબિયન તોફાની ક્રિકેટર યુનિવર્સલ બોસ ના નામે છે. એટલે કે ક્રિસ ગેઈલના નામે જ આ રેકોર્ડ પણ નોંધાયેલો છે. ગેઈલે 2007 થી 2021 સુધીમાં 33 મેચ રમીને 63 છગ્ગા નોંધાવ્યા છે. તેના પછી ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનુ નામ છે, તેણે 33 છગ્ગા નોંધાવ્યા છે. રોહિત શર્માના નામે 31 સિક્સર નોંધાયેલી છે.

ભાગીદારી રમતઃ જયવર્ધને અને સંગાકારાએ 2010માં વેસ્ટ ઈન્ડિઝ સામે વિશાળ ભાગીદારી રમત નોંધાવી હતી. બંનેએ મળીને 166 રન નોંધાવ્યા હતા. બીજી વિકેટના રુપમાં આ ભાગીદારી કરી હતી. આ રેકોર્ડ આજ સુધી અકબંધ રહ્યો છે. 2021માં રિઝવાન અને બાબર આઝમે 152 રનની ભાગીદારી રમત ઓપનીંગ જોડીના રુપમાં નોંધાવી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલ 140 રનની ભાગીદારી નોંધાવી ચૂક્યા છે.

સૌથી મોટો ટીમ સ્કોરઃ શ્રીલંકાએ 2007માં કેન્યા સામે 20 ઓવરની મેચમાં 260 રનનો સ્કોર નોંધાવ્યા હતા. જે રેકોર્ડની આસરપાસ પણ પહોંચવુ મુશ્કેલ જણાઈ રહ્યુ છે. આ મેચમાં સનથ જયસુર્યા અને માહેલા જયવર્ધને એ તોફાની અડધી સદી નોંધાવી હતી. લક્ષ્યનો પીછો કરતા કેન્યાની ટીમ માત્ર 88 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

 

Next Article