NZ vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે અફઘાનિસ્તાન પર ભારતની આશા, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે નિહાળી શકાશે મેચ

|

Nov 07, 2021 | 9:12 AM

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં સેમિફાઇનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાને આજે ન્યુઝીલેન્ડ (Afghanistan vs New Zealand) ને કોઈપણ ભોગે હરાવવું પડશે.

NZ vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે અફઘાનિસ્તાન પર ભારતની આશા, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે નિહાળી શકાશે મેચ
Afghanistan Cricket Team

Follow us on

ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ભારત માટે રવિવારનો દિવસ ઘણો મહત્વનો છે. ભારતે તેની છેલ્લી લીગ મેચ નામીબિયા સામે રમવાની છે પરંતુ સેમીફાઈનલમાં પહોંચવાની તેની આશા રવિવારની નામીબીઆ (Namibia) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચેની મેચ પર બાકી છે. ટીમ ઈન્ડિયાની સાથે સાથે કરોડો ભારતીયો પણ આ મેચમાં અફઘાનિસ્તાન (Afghanistan) ની જીત માટે પ્રાર્થના કરશે. જો ન્યુઝીલેન્ડ જીતશે તો ભારત માટે સેમીફાઈનલના દરવાજા બંધ થઈ જશે. કારણ કે ન્યુઝીલેન્ડના આઠ પોઈન્ટ હશે અને ભારત છેલ્લી મેચ જીત્યા બાદ પણ એટલા પોઈન્ટ મેળવી શકશે નહી.
જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવશે તો તેની સાધારણ આશાઓ જળવાઈ રહેશે, જ્યારે ભારતની તકો પ્રબળ હશે. જેને છેલ્લી મેચ સારા માર્જિનથી જીતવી પડશે. જો ન્યુઝીલેન્ડ જીતશે તો ભારતની નામિબિયા સામેની છેલ્લી લીગ મેચ ઔપચારિકતા પૂરતી રહેશે. શુક્રવારે નામિબિયાને હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે.
અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ તેમના સ્પિનરોના દમ પર અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. જોકે, તેમના બેટ્સમેનોનો સામનો હવે ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી, ઝડપી બોલર એડમ મિલ્ને અને સ્પિનરો ઈશ સોઢી અને મિશેલ સેન્ટનર સામે થશે જેઓ શાનદાર ફોર્મમાં છે.
જો અફઘાનિસ્તાનના બેટ્સમેનો સારો સ્કોર કરી શકે છે તો રાશિદ ખાનના નેતૃત્વમાં બોલરો કમાલ કરી શકે છે. મુજીબુર રહેમાનની ઈજાને કારણે બોલિંગ આક્રમણ નબળું પડી ગયું છે. પરંતુ તે સ્પિન સામે કિવી બોલરોની નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે.

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ક્યારે રમાશે મેચ?

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ 07 નવેમ્બર (રવિવાર)ના રોજ રમાશે.

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ક્યાં રમાશે મેચ?

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ટોસ બપોરે 3 વાગ્યે થશે.

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાય છે?

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકાય?

Disney+Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

 

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ધોની, શાસ્ત્રી અને હાર્દિક પંડ્યાની આ તસ્વીર થઇ રહી છે જબરદસ્ત વાયરલ, જાણો કેમ

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની નવી ટીમના હેડ કોચ તરીકે જોડાઇ શકે છે રવિ શાસ્ત્રી!, વિશ્વકપ બાદ થશે ચિત્ર સ્પષ્ટ

Published On - 9:10 am, Sun, 7 November 21

Next Article