T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાની આ જીત બાદ એક એવા સમાચાર સામે આવ્યા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હકીકતમાં, ન્યુયોર્કનું નાસાઉ સ્ટેડિયમ જ્યાં આ મેચ રમાઈ હતી તે હવે ગાયબ થઈ જશે. અરે, આશ્ચર્ય ન પામો, ખરેખર નાસાઉ સ્ટેડિયમને હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
નાસાઉ સ્ટેડિયમ એ મોડ્યુલર સ્ટેડિયમ છે જે T20 વર્લ્ડ કપ મેચો માટે અસ્થાયી રૂપે બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની 8 ગ્રુપ સ્ટેજ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત-પાકિસ્તાન મેચ પણ સામેલ હતી. નાસાઉ સ્ટેડિયમ અસ્થાયી હોવાથી તેને હટાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમને હટાવવા માટે બુલડોઝર અને ક્રેન્સ પહોંચી ગયા છે. આ પિચને બનાવવામાં માત્ર 106 દિવસનો સમય લાગ્યો હતો અને તેમાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
#WATCH | Nassau County, New York (USA): Bulldozers placed at the Nassau Cricket Stadium as the temporary stadium is set to be dismantled from tomorrow.
The T20 World Cup match between India and the US yesterday was played here. pic.twitter.com/iYsgaEOWlP
— ANI (@ANI) June 13, 2024
નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તે વિશ્વનું સૌથી મોટું મોડ્યુલર સ્ટેડિયમ હતું. તેમાં લગભગ 30 હજાર લોકો માટે બેઠક ક્ષમતા હતી. ઉપરાંત, આ સ્ટેડિયમ માટે ઓસ્ટ્રેલિયાથી ખાસ ડ્રોપ-ઈન પિચ મંગાવવામાં આવી હતી. પરંતુ કમનસીબી એ છે કે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની આ પિચો પર બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાયેલી કુલ 8 મેચોમાં સૌથી વધુ સ્કોર માત્ર 137 રન હતો. જ્યારે આ સ્ટેડિયમમાં રનચેઝ કરતા સૌથી મોટો સ્કોર 110 રન હતો, જે ટીમ ઈન્ડિયાના નામે રહ્યો.
આ પણ વાંચો : T20 WC: વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવો જરૂરી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય સરળ નથી