T20 World Cup 2026: પાકિસ્તાન કનેક્શનના વિવાદને કારણે ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓ સહિત 42 લોકોના વિઝા પર નિર્ણય લેવાયો!

T20 World Cup 2026 માટે ભારત આવી રહેલી અનેક ટીમમાં પાકિસ્તાનના મૂળના ખેલાડીઓ છે,અને તેમના વિઝામાં વિલંબથી પ્રશ્નો ઉભા થયા છે. હવે, આ વિવાદ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

T20 World Cup 2026: પાકિસ્તાન કનેક્શનના વિવાદને કારણે ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓ સહિત 42 લોકોના વિઝા પર નિર્ણય લેવાયો!
| Updated on: Jan 18, 2026 | 4:04 PM

ભારત અને શ્રીલંકામાં રમાનારા ટી20 વર્લ્ડકપ 2026ની જૌરશૌરથી તૈયારીઓ ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટની શરુઆત 7 ફેબ્રુઆરીથી શરુ થશે પરંતુ તે પહેલા કેટલાક ખેલાડીઓને વિઝાનો મામલો સામે આવ્યો છે. ઈંગ્લેન્ડ અને અમેરિકા સહિત અનેક ટીમમાં પાકિસ્તાનના મૂળના ખેલાડીઓ છે. તેમના વિઝામાં વિલંબથી પ્રશ્નો ઉભા થયા છે. હવે આ મામલે છેલ્લો નિર્ણય આવી ગયો છે. રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડના 3 ખેલાડીઓને ભારતના વિઝા મળી ગયા છે.જ્યારે અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પણ જલ્દી આ પરવાનગી મળી જશે.

કુલ 42 પાકિસ્તાની મૂળના ખેલાડીઓ

પીટીઆઈના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, અલગ અલગ દેશોની ટીમમાં કુલ 42 પાકિસ્તાની મૂળના ખેલાડીઓ છે. જેમાં કેટલાક ખેલાડીઓ તો કેટલાક સપોર્ટ સ્ટાફના સભ્યો પણ છે. આ તમામને વીઝા અપાવવા માટે આઈસીસીના સ્તરે આ બધા માટે વિઝા મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, રિપોર્ટ મુજબ આ ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓ રેહાન અહેમદ, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ ને તેમના વિઝા મળી ગયા છે. ત્રણેય ખેલાડીઓ પાકિસ્તાની મૂળના છે અને ઇંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ છે.

વર્લ્ડકપ માટે પાકિસ્તાની મૂળના ખેલાડીઓને મોડા વિઝા મળવાને લઈ આ વિવાદ સામે આવ્યો હતો. જોકે અગાઉ એવું નક્કી થયું હતું કે આ બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સભ્યોને તેમના વિઝા મળશે, જોકે થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે આ મુદ્દો ઉકેલાઈ રહ્યો હોય તેવું લાગે છે.

વીઝાને લઈ આ નીતિ અપનાવી

પાકિસ્તાનની સાથે તણાવપૂર્ણ સંબંધોને લઈ ભારત સરકારે છેલ્લા કેટલાક સમયમાં વીઝાને લઈ આ નીતી અપનાવી હતી. ભારત પ્રવાસ પર આવનારી કોઈ પણ ટીમમાં સામેલ પાકિસ્તાની મૂળના સભ્યોની વિઝાને લઈ મોટી તપાસ કરવામાં આવે છે. જેને લઈ હંમેશા મોડું થાય છે. વર્લ્ડકપ 2023 દરમિયાન આખી પાકિસ્તાની ટીમના વિઝામાં પણ સમય લાગ્યો હતો. આ રીતે 2024માં ભારત પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ રમવા આવેલી ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ રેહાન અને શોએબ બશીર જેવા ખેલાડીઓને વિઝા મળવામાં સમય લાગ્યો હતો.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો