AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુગાંડા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીતી વર્લ્ડ કપની ટિકિટ

T20 વર્લ્ડ કપ માટે ચાલી રહેલા આફ્રિકન ક્વોલિફાયરમાં, ગુરુવાર 30 નવેમ્બરના રોજ, યુગાન્ડાએ રવાંડાને 9 વિકેટથી હરાવ્યું અને આ સાથે સનસનાટીપૂર્ણ રીતે ઇતિહાસ રચ્યો અને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું.

યુગાંડા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીતી વર્લ્ડ કપની ટિકિટ
| Updated on: Nov 30, 2023 | 11:15 PM
Share

જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં એક એવી ટીમ જોવા મળશે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે અને પહેલીવાર ICC ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. નામ છે- યુગાન્ડા. T20 વર્લ્ડ કપ માટે ચાલી રહેલા આફ્રિકન ક્વોલિફાયરમાં, ગુરુવાર 30 નવેમ્બરના રોજ, યુગાન્ડાએ રવાંડાને 9 વિકેટથી હરાવ્યું અને આ સાથે સનસનાટીપૂર્ણ રીતે ઇતિહાસ રચ્યો અને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું.

યુગાન્ડાની સફળતાએ ક્રિકેટ જગતને આનંદનું કારણ આપ્યું છે ત્યારે આ વર્ષે સતત બીજી વખત ઝિમ્બાબ્વેની ટીમ ક્વોલિફિકેશનની અડચણ પાર કરવામાં નિષ્ફળ રહી.પ્રથમ વખત 20 ટીમો સાથે આયોજિત થવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં આફ્રિકા રિજન ક્વોલિફાયરમાંથી 2 ટીમોને સ્થાન મળવાનું હતું.

આ મેચમાં ઝિમ્બાબ્વે, નામિબિયા અને કેન્યા જેવી મજબૂત ટીમો હતી, જેમને આ પહેલા પણ ઘણી વખત ICC ઈવેન્ટ્સમાં રમવાનો અનુભવ થયો છે. એવું લાગતું હતું કે આમાંથી માત્ર બે ટીમો કેરેબિયન અને અમેરિકામાં યોજાનારી ટુર્નામેન્ટનો ભાગ બનશે, પરંતુ યુગાન્ડાએ આખી દુનિયાને ચોંકાવી દીધી.

રવાંડાને હરાવીને ઈતિહાસ રચ્યો

નામિબિયામાં રમાઈ રહેલી આફ્રિકન ક્વોલિફાયરમાં યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને સૌપ્રથમ વર્લ્ડ કપની ટિકિટ મેળવી, પરંતુ ઝિમ્બાબ્વેને સનસનાટીપૂર્ણ હારનો સામનો કરવો પડ્યો. પહેલા નામિબિયાએ તેને હરાવ્યું અને પછી યુગાન્ડાએ સૌથી મોટો ફટકો આપ્યો. યુગાન્ડા સામેની હાર સાથે ઝિમ્બાબ્વેની ફાઇનલમાં પહોંચવાની આશા ઠગારી નીવડી અને ગુરુવારે યુગાન્ડાએ તેનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો.

યુગાન્ડા પાસે ઇતિહાસ રચવા માટે માત્ર એક જ છેલ્લો પડકાર હતો – રવાન્ડા. જ્યારે યુગાન્ડા સતત સફળતા હાંસલ કરી રહ્યું હતું, ત્યારે રવાન્ડા એક પણ મેચ જીતી શક્યું ન હતું. ક્વોલિફાય થવા માટે, ઝિમ્બાબ્વેને તેની છેલ્લી મેચમાં કેન્યાને મોટા માર્જિનથી હરાવવું પડ્યું એટલું જ નહીં, રવાન્ડાની મદદની પણ જરૂર હતી. આવું ન થઈ શક્યું. રવાન્ડાની ટીમ 19 ઓવરમાં માત્ર 65 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી યુગાન્ડાએ માત્ર 8.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું.

ઝિમ્બાબ્વેએ બીજી વખત નિરાશ કર્યું

બીજી તરફ યુગાન્ડામાં ઉજવણીનો માહોલ છે જ્યારે ઝિમ્બાબ્વેને 6 મહિનામાં બીજી વખત જોરદાર ફટકો પડ્યો છે. જૂનમાં જ તેને વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયરમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ટીમે વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમને હરાવી હતી પરંતુ તેમ છતાં ક્વોલિફાઈંગ કરવાનું ચૂકી ગઈ હતી. હવે તેને નબળી ટીમો વચ્ચે પણ આવી નિરાશાનો સામનો કરવો પડશે.

T20 વર્લ્ડ કપ 2024ની તમામ 20 ટીમો

વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, નેધરલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કેનેડા, નેપાળ, ઓમાન, પપુઆ ન્યુ ગીની, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા અને યુગાન્ડા.

આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">