
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં પસંદગીકારોએ ચોંકાવનારો નિર્ણય લીધો અને રિંકુ સિંહ, કેએલ રાહુલ, શુભમન ગિલ જેવા ખેલાડીઓને બહાર રાખ્યા, જ્યારે રિષભ પંતની ટીમમાં વાપસી થઈ. રિંકુ સિંહ કરતાં શિવમ દુબેને પ્રાથમિકતા મળી. હાર્દિક પંડ્યાને પણ તક મળી છે અને તે ટીમનો વાઈસ કેપ્ટન યથાવત છે. ટીમ ઈન્ડિયાની પસંદગી કેમ અને કેવી રીતે થઈ તે મુદ્દે રોહિત શર્મા અને અજીત અગરકરે ઘણી મોટી વાતો કહી છે.
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે કેએલ રાહુલ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. પરંતુ જે સ્લોટ ખાલી હતા તે મુજબ ટીમની પસંદગી કરવામાં આવી હતી. અગરકરના મતે, સંજુ સેમસન મિડલ ઓર્ડર અને ટોપ ઓર્ડર બંનેમાં બેટિંગ કરી શકે છે, તેથી તેને તક મળી.
રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તે લાંબા સમયથી T20 ક્રિકેટ કેમ નથી રમ્યો. રોહિતે જવાબ આપ્યો, ‘અમે T20માં એટલા માટે રમ્યા નહોતા કારણ કે તે સમયે ODI વર્લ્ડ કપ હતો. અમે હંમેશા ટેસ્ટ ક્રિકેટ રમીએ છીએ. અમે 2022 T20 વર્લ્ડ કપ માટે ઘણી ODI મેચો ચૂકી ગયા હતા.
રોહિત શર્માએ કહ્યું કે T20 વર્લ્ડ કપમાં તમામ વિકલ્પો ખુલ્લા છે. પીચ જોયા બાદ નિર્ણય લેવામાં આવશે. રોહિતે કહ્યું કે પ્લેઈંગ-11નું કોમ્બિનેશન પણ પિચ જોયા બાદ નક્કી કરવામાં આવશે. રોહિતના મતે ટોપ ઓર્ડર સેટ છે, પરંતુ તે ઈચ્છે છે કે મિડલ ઓર્ડરના ખેલાડીઓ આઉટ થવાની ચિંતા કરવાને બદલે મુક્ત રીતે બેટિંગ કરે.
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે શિવમ દુબેને બોલિંગ કરાવશે. દુબેએ IPLમાં વધુ બોલિંગ નથી કરી પરંતુ T20 વર્લ્ડ કપમાં તેણે આ જવાબદારી નિભાવવી પડશે. હાર્દિક પંડ્યા પણ આવું જ કરશે. તેની ફિટનેસ અનુસાર રોલ આપવામાં આવશે.
️The press conference commences at the BCCI HQ #TeamIndia Captain Rohit Sharma and Mr. Ajit Agarkar, Chairman of Men’s Selection Committee are here #T20WorldCup | @ImRo45 pic.twitter.com/jwGOuCdgi1
— BCCI (@BCCI) May 2, 2024
રિંકુ સિંહને T20 વર્લ્ડ કપની ટીમમાં પસંદ ન કરવાનું કારણ પણ સામે આવ્યું છે. અજિત અગરકરે કહ્યું કે રિંકુ સિંહને હટાવવાનું સૌથી મુશ્કેલ હતું. રિંકુ સિંહની કોઈ ભૂલ નહોતી, નિર્ણય માત્ર ટીમના કોમ્બિનેશન પ્રમાણે લેવામાં આવ્યો હતો. રોહિતને સ્પિન બોલિંગનો વધારાનો વિકલ્પ જોઈતો હતો.
રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે.
આ પણ વાંચો : BCCIએ T20 વર્લ્ડ કપ ટીમમાં પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનો મોટો આરોપ