T20 WC IND vs IRE : પહેલા હાથ તોડ્યો, પછી માથા પર માર્યો બોલ… બુમરાહનો આ બોલ જોઈને બાબર-રિઝવાનની આત્મા કંપી જશે

9 જૂને T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર છે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાવાની છે. યોગાનુયોગ, આ મેચ પણ એ જ પિચ પર રમાશે, જેમાં ભારત-આયર્લેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી અને આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ સહિતના ભારતીય ફાસ્ટ બોલરોનું શાનદાર પ્રદર્શન જોઈને પાકિસ્તાની બેટ્સમેનો ચોક્કસપણે ટેન્શનમાં હશે.

T20 WC IND vs IRE : પહેલા હાથ તોડ્યો, પછી માથા પર માર્યો બોલ… બુમરાહનો આ બોલ જોઈને બાબર-રિઝવાનની આત્મા કંપી જશે
Jasprit Bumrah
| Updated on: Jun 05, 2024 | 11:11 PM

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહે ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં અને પછી IPL 2024માં પોતાના બોલથી બેટ્સમેનોમાં ડર પેદા કર્યો હતો, તેણે T20 વર્લ્ડ કપ 2024માં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે ભારતીય પેસ વિભાગ પાસેથી જે પ્રકારની બોલિંગની અપેક્ષા રાખવામાં આવી હતી તે જોવા મળી હતી. ખાસ કરીને બુમરાહનો એક બોલ એવો હતો જેણે આયર્લેન્ડને ન માત્ર ટ્રિપલ ફટકો આપ્યો હતો પરંતુ 9 જૂને યોજાનારી મેચ પહેલા પાકિસ્તાનને ટેન્શન પણ આપ્યું હતું.

બુમરાહે 6 રનમાં 2 વિકેટ લીધી

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂન બુધવારે રમી હતી. ટીમ ઈન્ડિયાને પહેલા બોલિંગ કરવાની તક મળી અને તેણે પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ખાસ કરીને આ પીચ વિશે જે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તે જોવા મળ્યું હતું. દક્ષિણ આફ્રિકા બાદ ભારતીય ફાસ્ટ બોલરોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું. બુમરાહ પણ આમાં પાછળ ન રહ્યો, જેણે પોતાની 3 ઓવરમાં માત્ર 6 રન આપ્યા અને 2 વિકેટ લીધી.

બુમરાહનો ખતરનાક બોલ

બુમરાહની બંને વિકેટ શાનદાર હતી પરંતુ પહેલી વિકેટ એવી હતી કે જે જોઈ આયર્લેન્ડનની સાથે પાકિસ્તાન પણ ચોંકી ગયું છે. બુમરાહનો શોર્ટ ઓફ લેન્થ બોલ પીચ પરથી ઝડપથી ઉછળ્યો અને આઈરિશ બેટ્સમેન હેરી ટેક્ટરને ટ્રિપલ પેઈન થયો. ટેક્ટરે તેનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વધુ ઝડપે ઉછાળવાને કારણે બોલ પહેલા તેના હાથ પર વાગ્યો અને પછી તેના હેલ્મેટ પર જોરથી અથડાયો. આ પછી બોલ ત્યાં ઉછડ્યો અને વિરાટ કોહલીએ આસાન કેચ લીધો. ટેક્ટર પીડાને કારણે હાથ હલાવીને પેવેલિયનમાં પાછો ફર્યો.

બાબર-રિઝવાન ડરી જશે

આ એવો બોલ હતો, જે કોઈપણ બેટ્સમેનને ડરથી ભરી દેશે અને તે આવી પીચ પર બેટિંગ કરતા પહેલા બે વાર વિચારશે. ખાસ કરીને જ્યારે સામે જસપ્રીત બુમરાહ જેવો બોલર હોય, જે અત્યારે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં છે. દેખીતી રીતે, ભારત-પાકિસ્તાનની ટક્કર 9મી જૂને એક જ મેદાન અને એક જ પીચ પર થવાની છે. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાની ટીમ, ખાસ કરીને ટીમના ઓપનર મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ આ બોલને જોતા હશે, તો ચિંતા થવી સ્વાભાવિક છે, જેઓ અત્યારે બહુ સારા ફોર્મમાં નથી.

ભારતીય બોલરોની કમાલ બોલિંગ

આ સિવાય બુમરાહે આયરિશ બેટ્સમેનને ઘાતક યોર્કર પર બોલ્ડ કરીને તેની બીજી વિકેટ પણ મેળવી હતી. માત્ર બુમરાહ જ નહીં પરંતુ હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે પણ શાનદાર બોલિંગ કરી અને આયર્લેન્ડને 16 ઓવરમાં માત્ર 96 રનમાં આઉટ કરી દીધું. હાર્દિકે 3 વિકેટ લીધી હતી જ્યારે અર્શદીપને 2 અને સિરાજને 1 સફળતા મળી હતી.

આ પણ વાંચો : T20 WC IND vs IRE : સાતમી ઓવરના પાંચમા બોલ પર પંડ્યાએ નાખ્યો જાદુઈ બોલ, પાકિસ્તાન ટીમમાં મચી ગયો હાહાકાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:09 pm, Wed, 5 June 24