Video : બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલીએ નાચવાનું શરૂ કર્યું, 100 સદી ફટકારવાનું વચન પણ આપ્યું

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની પ્રથમ સુપર 8 મેચ ગુરુવારે અફઘાનિસ્તાન સામે થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ ઘણી પ્રેક્ટિસ કરી હતી અને વિરાટ કોહલીએ પણ ઘણો પરસેવો પાડ્યો હતો. જોકે, પ્રેક્ટિસ દરમિયાન તેણે અચાનક ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.

Video : બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલીએ નાચવાનું શરૂ કર્યું, 100 સદી ફટકારવાનું વચન પણ આપ્યું
Virat Kohli
| Updated on: Jun 19, 2024 | 8:02 PM

T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીએ હજુ સુધી કોઈ કમાલ કર્યો નથી. તે 3 મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો છે. પરંતુ હવે તેના બેટથી સુપર 8 રાઉન્ડમાં રનનો વરસાદ થવાની આશા છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે અફઘાનિસ્તાન સામે સુપર 8 રાઉન્ડની પ્રથમ મેચ રમવાની છે અને તે પહેલા તેના ખેલાડીઓએ નેટમાં ઘણો પરસેવો પાડ્યો હતો. ખાસ કરીને વિરાટ કોહલી ભારે ઉત્સાહમાં જોવા મળ્યો હતો અને તેણે સ્લોગ સ્વીપ, રિવર્સ સ્વીપ અને કટ-પુલ જેવા શોટ રમ્યા હતા. પરંતુ શાનદાર બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન તેણે ડાન્સ પણ શરૂ કરી દીધો હતો.

પ્રેક્ટિસ દરમિયાન વિરાટે કર્યો ડાન્સ

વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના નેટમાં તમામ પ્રકારના બોલરોનો સામનો કરી રહ્યો હતો. કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને અન્ય ફાસ્ટ બોલરો પણ તેને પ્રેક્ટિસ કરાવતા હતા. અર્શદીપ સિંહે પણ વિરાટની સામે બોલિંગ કરી અને આ ફાસ્ટ બોલરે તેને બાઉન્સર ફેંક્યો. વિરાટ કોહલીએ અર્શદીપના બાઉન્સર પર સિક્સર ફટકારી અને તે પછી તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું. વિરાટ કોહલીને જોઈને સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે છેલ્લી ત્રણ મેચોની નિષ્ફળતાની આ ખેલાડી પર કોઈ અસર થઈ નથી.

વિરાટે 100 સદીનું વચન આપ્યું

વિરાટ કોહલી જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો મહાન ફાસ્ટ બોલર વેસ્લી હોલ પણ તેને મળવા આવ્યો હતો. બાર્બાડોસના આ અનુભવીએ વિરાટને તેનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. વિરાટે તેની સાથે થોડો સમય વિતાવ્યો હતો. વેસ્લી હોલે વિરાટને કહ્યું કે તેણે ઘણા મહાન ખેલાડીઓને બેટિંગ કરતા જોયા છે અને તમે પણ તેમાં સામેલ છો. વેસ્લી હોલે કહ્યું કે તે વિરાટની કારકિર્દીને અનુસરી રહ્યો છે. વેસ્લી હોલે તેને થોડી વધુ સદી ફટકારીને 100 સદી પૂરી કરવા કહ્યું. જેના પર વિરાટ કોહલીએ હા પાડી હતી.

 

વિરાટનો અફઘાનિસ્તાન સામે શાનદાર રેકોર્ડ

વિરાટ કોહલીનો અફઘાનિસ્તાન સામે સારો રેકોર્ડ છે. તેણે આ ટીમ સામે 4 ઈનિંગ્સમાં 201 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 67 અને સ્ટ્રાઈક રેટ 170થી વધુ છે. મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ આ ટીમ સામે પોતાની પ્રથમ T20 ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી. ફેન્સણે આશા છે કે વિરાટ આ T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે મોટી ઈનિંગ રમશે.

આ પણ વાંચો: પહેલા વાઈસ કેપ્ટન બાદમાં કેપ્ટને મચાવ્યો કહેર, સ્મૃતિ મંધાના બાદ હરમનપ્રીત કૌરની તોફાની સદી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:01 pm, Wed, 19 June 24