IND vs USA: અર્શદીપ-સૂર્યકુમાર યાદવના દમ પર ટીમ ઈન્ડિયાનો વિજય, ગર્વ સાથે સુપર-8માં પ્રવેશ

|

Jun 12, 2024 | 11:57 PM

T20 વર્લ્ડ કપ 2024માં USA સામે જીત સાથે ટીમ ઈન્ડિયાએ સુપર-8 રાઉન્ડમાં ક્વોલિફાય કર્યું હતું. સાથે જ એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 111 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી સફળ રન ચેઝ છે. આ પહેલા પાકિસ્તાને 107 રનનો પીછો કર્યો હતો.

IND vs USA: અર્શદીપ-સૂર્યકુમાર યાદવના દમ પર ટીમ ઈન્ડિયાનો વિજય, ગર્વ સાથે સુપર-8માં પ્રવેશ
Team India

Follow us on

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કમાં રમાયેલી અન્ય એક રોમાંચક લો સ્કોરિંગ મેચમાં ભારતે યજમાન અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે સતત ત્રીજી જીત સાથે ટીમ ઈન્ડિયાએ આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયાની જીતનો સિતારો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હતો, જેણે 4 વિકેટ લઈને અમેરિકાને માત્ર 110 રન પર રોકી દીધું હતું. ત્યારબાદ શરૂઆતી આંચકાઓ બાદ ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગના આધારે 19 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

સૂર્યકુમાર યાદવની ફિફ્ટી

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં આ વર્લ્ડ કપની છેલ્લી મેચ હતી અને આ વખતે પણ પીચ અને ફિલ્ડમાં કોઈ ફેરફાર થયો નથી. ફરી એકવાર બંને ટીમના બોલરોએ પોતાનું જોરદાર પ્રદર્શન કર્યું. અંતે, અર્શદીપ સિંહના રેકોર્ડ સ્પેલ અને આ વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવના પ્રથમ અર્ધશતકના આધારે ટીમ ઈન્ડિયાએ અમેરિકાને વધુ એક અપસેટ કરતા અટકાવ્યો. આ પરિણામ બાદ સુપર-8માં પહોંચવાની પાકિસ્તાનની આશા અકબંધ છે પરંતુ અમેરિકા હજુ પણ સારી સ્થિતિમાં છે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

ભારતની મજબૂત બોલિંગ

આ મેચમાં બંને ટીમના ડાબા હાથના ફાસ્ટ બોલરે શરૂઆતી પ્રહારો કર્યા હતા. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ કામ સૌથી પહેલા કર્યું. તેણે ઈનિંગ્સના પહેલા જ બોલ પર ઓપનર શયાન જહાંગીરને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર આન્દ્રે ગૌસને પણ પેવેલિયન પરત મોકલવામાં આવ્યો હતો. આ પછી, રન પર રોક લાગી અને અમેરિકાને સંઘર્ષ કરવો પડ્યો. તેને સૌથી મોટો આંચકો 8મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે હાર્દિક પંડ્યાએ તેના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન એરોન જોન્સને પેવેલિયન પરત મોકલી દીધો.

અર્શદીપે માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા પરંતુ અર્શદીપ અને પંડ્યાએ નિયંત્રણ જાળવી રાખ્યું હતું. સ્ટીવન ટેલર, નીતીશ કુમાર અને કોરી એન્ડરસને નાની પણ મહત્વની ઈનિંગ્સ રમી અને કોઈક રીતે ટીમને 110 રન સુધી લઈ ગઈ. ટીમ ઈન્ડિયા માટે અર્શદીપે માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી, જે T20 વર્લ્ડ કપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ પણ વાંચો : IND vs USA: ‘એનિવર્સરી’ પર વિરાટ કોહલી સાથે થયું કઈંક એવું જે અત્યારસુધીની કરિયરમાં ક્યારેય ન થયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article