T20 world cup 2024: ભારત સામે ટક્કર પહેલા, PAKના બોલર પર બોલમાં નખથી છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો

પાકિસ્તાનને અમેરિકા વિરુદ્ધ હાર મળી છે પરંતુ હવે પાકિસ્તાનના ખેલાડી પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો છે. સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને હવવે અમેરિકા માટે રમનાર ફાસ્ટ બોલર રસ્ટી થેરોને હારિસ રઉફ પર બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.

T20 world cup 2024: ભારત સામે ટક્કર પહેલા, PAKના બોલર પર બોલમાં નખથી છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો
| Updated on: Jun 07, 2024 | 4:09 PM

ટી20 વર્લ્ડકપ 2024માં અમેરિકા સામે મળેલી હાર બાદ હવે પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર મોટો આરોપ લાગ્યો છે. અમેરિકાના ફાસ્ટ બોલર રસ્તી થેરોને હારિસ રઉફ પર બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. રસ્ટી થેરોને ટ્વિટ કરી આઈસીસીને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. રસ્ટી થેરોને હારિસ રઉફ પર આરોપ લગાવ્યો કે, તે બોલ પર નખથી છેડછાડ કરી રહ્યો હતો. થેરોને કહ્યું કે, હારિસે રઉફે બોલને રિવર્સ સ્વિંગ કરાવવા માટે આ બધું કર્યું હતુ.

રસ્ટી થેરોને કહ્યું કે, તમે લોકો જોઈ શકે છો કો, હારિસે રનઅપ પર જતી વખતે બોલને પોતાના અંગુઠા વડે નખથી છેડછાડ કરી હતી.

 

હારિસ રઉફે નાંખી હતી છેલ્લી ઓવર

અમેરિકા વિરુદ્ધ રોમાંચક મેચમાં હારિસ રઉફે છેલ્લી ઓવર નાંખી હતી. આ ઓવરમાં પાકિસ્તાનને 15 રન બચાવવાના હતા પરંતુ હારિસ રઉફ આવું કરી શક્યો ન હતો. છેલ્લા બોલ પર અમેરિકાને 5 રનની જરુર હતી અને હારિસે 4 રન આપી દીધા હતા. હરિસ રઉફે અંગુઠાથી બોલ સાથે છેડછાડ કરી કે નહિ તે એક તપાસનો વિષય છે. રસ્ટી થેરોને જે આરોપ લગાવી રહ્યો છે તે ખુબ ગંભીર છે.

 

 

હારિસ રઉફ બોલ સાથે છેડછાડ કરી તો પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમ જીતી શકી ન હતી. અમેરિકાની ટીમ સુપર ઓવર સુધી આ મેચ લઈ ગઈ અને જ્યાં પાકિસ્તાનને 5 રનથી હાર મળી હતી. જો પાકિસ્તાનની ટીમને ભારત સામે પણ હાર મળી તો સુપર -8 રાઉન્ડમાં પહોંચવું મુશ્કિલ છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાનને ધૂળ ચટાવનાર અમેરિકાની ટીમમાં 5 ભારતીય ખેલાડી, 3 તો ગુજરાતી છે, જુઓ ફોટો