પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

પાકિસ્તાની ક્રિકેટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પહેલા પણ આઝમ ખાનનો ફેન સાથે બાખડી પડ્યાનો મામલો સામે આવ્યો હતો. રાઉફ અને તેની પત્ની બંને સાથે હતા એ વખતે જ તે ક્રિકેટ ફેન સાથે ઝઘડી પડ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ
Video થયો વાયરલ
| Updated on: Jun 18, 2024 | 6:06 PM

T20 વિશ્વકપમાંથી પાકિસ્તાન બહાર ફેંકાઈ ગયું છે. લીગ તબક્કામાં જ પાકિસ્તાનને બહારનો રસ્તો દેખાઈ ગયો છે. પરંતુ હજુ પાકિસ્તાનના ખેલાડીઓના તેવર જોકે ઠીક થઈ રહ્યા નથી લાગતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમ આમ પણ ટુર્નામેન્ટની શરુઆતથી જ ચર્ચાઓમાં રહી છે. પાકિસ્તાનની ટીમે અમેરિકાની ટીમ સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ હવે ટીમમાં ફૂટ હોવાની ખબર પણ જગજાહેર થઈ ગઈ છે.

પાકિસ્તાની ક્રિકેટર હારિસ રાઉફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પહેલા પણ આઝમ ખાનનો ફેન સાથે બાખડી પડ્યાનો મામલો સામે આવ્યો હતો. રાઉફ અને તેની પત્ની બંને સાથે હતા એ વખતે જ તે ક્રિકેટ ફેન સાથે ઝઘડી પડ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

રાઉફનો વીડિયો વાયરલ

કેટલાક ક્રિકેટ ચાહકો હારિશ રાઉફ સાથે તસ્વીર ખેંચવા માંગતા હતા. પરંતુ રાઉફને ચાહકોની વાતથી જ જાણે કે, ગુસ્સો આવી ગયો હતો. ગુસ્સેતો એવો ભરાયો આ પાકિસ્તાની ક્રિકેટર કે જાણે કે જાહેરમાં તે રીતસરનો ઝઘડી પડ્યો હતો. આ આખીય ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે વીડિયો જ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે તે, હારિસ રાઉફ અને તેની પત્ની બંને જણા છે. આ દરમિયાન તેની પત્નીને તેના ગુસ્સાને રોકવા માટે પ્રયાસ કરતી પણ નજર આવી રહી છે. તે રીતસરનો પતિ રાઉફને હાથ પકડીને ખેંચીને રોકવાનો પ્રયાસ કરે છે.જોકે આમ છતાં પણ તે પત્નીની પણ વાત માની રહ્યો નથી અને પોતાનો ગુસ્સો પ્રદર્શિત રહ્યો છે. આ વીડિયોમાં હારિસ રાઉફે ક્રિકેટ ચાહકોને ભારતીય હોવા અંગેની પણ વાત કરી હતી. જેના પર ચાહકોએ જવાબ આપ્યો હતો કે, તેઓ પાકિસ્તાની છે.

 

સિક્યુરિટીએ પણ રોકવાનો પ્રયાસ કર્યો

આ દરમિયાન સિક્યુરિટીએ પણ હારિસ રાઉફને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાઉફ તેની પણ વાત માનવા જાણે કે તૈયાર નહોતો. રાઉફને હાથ ઉપાડતા રોકવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે રાઉફ જાણે કે કોઈની પણ વાત માનવા માટે તૈયાર નહોતો.

રાઉફનો વીડિયો વાયરલ થતા હવે પાકિસ્તાન ક્રિકેટ માટે આ વાત શરમજનક સ્થિતિ સર્જી રહી છે. વીડિયો હવે ક્રિકેટની છબીને પણ નુક્સાન પહોંચ્યું છે. કોઈ ક્રિકેટરના આ પ્રકારના વ્યવહાર વર્તન અનેક સવાલો સર્જે છે.

 

આ પણ વાંચો:  T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:05 pm, Tue, 18 June 24