T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા પહોંચતા જ યુઝવેન્દ્ર ચહલ પરેશાન થઈ ગયો, હર્ષલ પટેલ અને અર્શદીપને બતાવ્યુ દર્દ

|

Oct 08, 2022 | 9:32 PM

દીપક હુડા, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભાગ લઈ રહ્યા છે. બધા ખેલાડીઓ તેમના અનુભવ શેર કરે છે

T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા પહોંચતા જ યુઝવેન્દ્ર ચહલ પરેશાન થઈ ગયો, હર્ષલ પટેલ અને અર્શદીપને બતાવ્યુ દર્દ
T20 World Cup 2022: ટીમ ઈન્ડિયા પર્થ પહોંચી ચુકી છે

Follow us on

ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં ભાગ લેવા માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. શુક્રવારે ટીમ પર્થ પહોંચી હતી જ્યાં તેમણે પોતાનો કેમ્પ લગાવ્યો હતો. બ્રિસ્બેન જતા પહેલા તે અહીં પ્રેક્ટિસ કરશે. ટીમના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) પર્થ પહોંચતા જ પોતાની ચહલ ટીવી ચાલુ કરી દીધી હતી. BCCI એ એક વીડિયો શેર કર્યો છે જેમાં ચહલે કહ્યું છે કે પર્થ જતાની સાથે જ તેની હાલત ખરાબ થઈ ગઈ છે. તેણે પોતાની પીડા તેના મિત્રો સાથે પણ શેર કરી. તેનુ આ દર્દ હર્ષલ પટેલ (Harshal Patel) અને અર્શદીપ પણ સાંભળતા જોવા મળ્યા હતા.

ચહલે પોતાનુ દર્દ દર્શાવ્યુ

વીડિયોમાં ચહલ ધ્રૂજતો જોવા મળ્યો હતો. વીડિયો શરૂ થતાની સાથે જ તેણે કહ્યું કે પર્થમાં ખૂબ જ ઠંડી છે જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે અને તે ચાની જરૂરિયાત અનુભવી રહ્યો છે. ચહલ ઉપરાંત હર્ષલ પટેલ, દીપક હુડા અને અર્શદીપ સિંહ પણ ત્યાં હાજર હતા અને ઠંડીએ બધાને પરેશાન કરી દીધા હતા. ચહલે પોતાની સ્થિતિ બધાને જણાવી. આ પછી ચહલે સૌને પહેલીવાર ICC ટ્રોફીમાં રમવાના અનુભવ વિશે વાત કરી. બધાએ કહ્યું કે પર્થ જતા પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાનું બ્લેઝર પહેર્યું હતું અને તે ગર્વની ક્ષણ હતી. હર્ષલ પટેલે કહ્યું કે જ્યારે બધા એકસાથે બ્લેઝર પહેરીને તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું કે જાણે બધા એક જ ધ્યેય તરફ કામ કરી રહ્યા હોય.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે તૈયાર

તે જ સમયે, યુવા બોલર અર્શદીપે કહ્યું કે તેની છાતી બહુ મોટી નથી, પરંતુ બ્લેઝર પહેરીને એવું લાગ્યું કે છાતી પહોળી થઈ ગઈ છે. બીજી તરફ દીપક હુડ્ડાએ કહ્યું કે આ ક્ષણ માત્ર તેના માટે જ નહીં પરંતુ તેના પરિવાર માટે પણ ખૂબ જ ખાસ હતી. ચહલે અહીં ખેલાડીઓને પાકિસ્તાન સામેની મેચની તૈયારીઓ અંગે સવાલ કર્યા હતા.

હર્ષલે કહ્યું, ‘આગામી બે અઠવાડિયામાં અમે ટ્રેનિંગમાં સખત મહેનત કરીશું જેથી કરીને અમે ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓ અનુસાર પોતાને અનુકૂળ બનાવી શકીએ.’ અંતે હર્ષલ પટેલે યુઝવેન્દ્ર ચહલ સાથે તેના અનુભવ વિશે વાત કરી. ચહલે કહ્યું, ‘મેં ઘણું ક્રિકેટ રમ્યું છે પરંતુ વર્લ્ડ કપ એ વર્લ્ડ કપ છે. હું ગયા વર્ષે અહીં આવ્યો હતો અને પ્રદર્શન સારું હતું. હવે વધુ સારી તૈયારી કરવાનો સમય છે. કાલે હું મારું જેકેટ લઈ આવીશ, આજે મારે ઉધાર માંગવુ પડ્યુ હતું.

 

Published On - 9:28 pm, Sat, 8 October 22

Next Article