T20 World Cup: વિરાટ કોહલી અને રોહિત શર્માએ હાથમાં આવેલી તક ગુમાવી, બાળકો જેવી ભૂલનુ ટીમ ઈન્ડિયાએ નુકશાન ભોગવ્યુ

|

Oct 31, 2022 | 9:03 AM

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે બેટિંગમાં નિષ્ફળ રહ્યા હતા અને તે પછી બંનેએ સરળતાથી ફિલ્ડિંગમાં તક ગુમાવી હતી.

T20 World Cup: વિરાટ કોહલી અને રોહિત શર્માએ હાથમાં આવેલી તક ગુમાવી, બાળકો જેવી ભૂલનુ ટીમ ઈન્ડિયાએ નુકશાન ભોગવ્યુ
Virat Kohli એ માર્કરમનો કેચ ડ્રોપ કર્યો

Follow us on

રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટમાં વિશ્વાસપાત્ર નામો છે. આ બંને અનુભવી મેચને પોતાના જ પક્ષમાં રાખવા અને લાવી દેવા માટે પૂરો દમ ધરાવે છે. બેટ જ નહીં બંનેની ફિલ્ડીંગ પણ જબરદસ્ત હોવાની અનેક પળોએ સાબિત કર્યુ છે. બંનેની આસપાસમાંથી બોલનુ પસાર થઈ જવુ એ મુશ્કેલ છે. કારણ કે બંનેની ચપળતાથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ રવિવારે ટી20 વિશ્વકપ 2022 ની દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં કંઈક અલગ જ દૃશ્ય જોવા મળ્યુ. ફિલ્ડીંગ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા બાળકો જેવી ભૂલ કરતા જોવા મળ્યા હતા. બંનેની ભૂલ ભારતીય ટીમને ભારે પડી ગઈ હતી.

જ્યારે આસાન સ્કોરનો બચાવ કરતા ભારતે મેચ પોતાના પક્ષમાં નિયંત્રણ કરી હતી એ જ સમયે વિરાટ અને રોહિતની ભૂલ જોવા મળી હતી. જે ભૂલ ટર્નીંગ પોઈન્ટથી કમ નહોતી. જે ભૂલ બાદ મેચ ભારતના હાથમાંથી સરકવા લાગી હતી.

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી અને મોટો સ્કોર કરી શક્યું ન હતું. જેમાં મહત્વના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા અને તેથી જ ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી ન હતી. જો કે, સૂર્યકુમારે શાનદાર ઇનિંગ રમી અને તેના 68 રનના આધારે ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

કોહલીએ કેચ છોડ્યો

આ મેચમાં દક્ષિણ આફ્રિકાને પણ શરૂઆતી ઝટકો લાગ્યો હતો. તેના માટે રસ્તો સરળ રહ્યો ન હતો. ડેવિડ મિલર અને એડન માર્કરામ ટીમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે કોહલીએ ભૂલ કરી હતી. રોહિત શર્માએ અશ્વિનને 12મી ઓવર આપી. ઓવરના પાંચમા બોલ પર માર્કરામે અશ્વિન પર શોટ રમ્યો અને બોલ ડીપ મિડવિકેટ પર ઉભેલા કોહલીના હાથમાં ગયો. કોહલી ખાસ કંઇ કરવાનું નહોતું. તેણે બોલને સારી રીતે જજ પણ કર્યો હતો. તેના હાથમાં બોલ આવ્યો જેને તે પકડી શક્યો નહીં, તેણે બીજી વારમાં છૂટેલા કેચને ઝડપવા પ્રયાસ કર્યો અને આ વખતે પણ તે નિષ્ફળ ગયો.

માર્કરામે આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને અડધી સદી ફટકારી. તેણે 41 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. તે 16મી ઓવરના ચોથા બોલ પર હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો.

રોહિતે મિલરને જીવનદાન આપ્યું

તેની આગલી ઓવર રોહિતે શમીને આપી અને આ ઓવરમાં ભારતીય કેપ્ટનને રનઆઉટ થવાની તક મળી. રોહિત આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં, જ્યારે તે ખૂબ જ સરળ તક હતી. 13મી ઓવરના પાંચમા બોલ પર મિલર શમી પર બોલને હળવાશથી રમ્યો અને બોલ કવરની ઉપર ગયો. રોહિત ત્યાં જ ઊભો હતો. જ્યારે માર્કરામ રન માટે રવાના થયો ત્યારે મિલર પણ ત્યાંથી નીકળી ગયો. જ્યારે રોહિતના હાથમાં બોલ હતો ત્યારે મિલર પીચ પર અડધો હતો. રોહિતે બોલ લીધો, તે ભાગવા માંગતો હતો અને સરળતાથી સ્ટમ્પને ફટકારી શકતો હતો, પરંતુ રોહિતે દૂરથી બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ સ્ટમ્પ પર ન લાગ્યો અને આ રીતે મિલરને પેવેલિયન મોકલવાની તક ભારતના હાથમાંથી છીનવાઈ ગઈ.

મિલરે આ મેચમાં અડધી સદી ફટકારી અને તે દક્ષિણ આફ્રિકાની જીતનું કારણ બન્યો. મિલરે 46 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 59 રન બનાવ્યા અને ટીમને વિજય અપાવીને જ પરત ફર્યો.

 

Published On - 9:02 am, Mon, 31 October 22

Next Article